________________
૭. જતા એવા તેણે ક્યાંક સરોવરમાં સ્નાન કર્યું, વૃક્ષની નીચે આરામ કર્યો, તેટલામાં એક ક્ષણમાં શ્રેષ્ઠ એવા એક માણસને જોયો. ૨૩૨૭.
12. તે પુરુષે કહ્યું. હે મંત્રી ! આ વાંછિત સિદ્ધિને આપનાર ચિંતામણી રત્નને તું ગ્રહણ કર. કૃપા કરીને મારા પર અનુગ્રહ કર. ૨૩૨૮.
૯. એ પ્રમાણે કહીને તેને તે મણિને સમર્પણ કરીને તે પોતાના સ્વરૂપને કહ્યા વિના અદ્રશ્ય થયો, તેથી મંત્રી ઘણો ખુશ થયો. ૨૩૨૯.
૧૦. રાજને પુણ્યના પ્રભાવને દેખાડું. એ પ્રમાણે ચિંતવન કરતાં તેણે મણિની પૂજા કરીને ચતુરંગી સૈન્યની યાચના કરી. ૨૩૩૦.
૧૧. તેના પ્રભાવથી પ્રાપ્ત કરેલ ચતુરંગી સેનાથી યુકત (મંત્રીએ) લેખ છે હાથમાં જેને એવા દૂતને પોતાના નગરમાં રાજાની પાસે મોકલ્યો. ૨૩૩૧.
૧૨. દૂતે પણ કહ્યું. પુણ્યથી પ્રાપ્ત કરેલ સૈન્ય સહિત મંત્રી આવ્યો છે. તે “રાજા ! જો તમે પરાક્રમી હો તો તેની સાથે યુદ્ધ કરવા માટે બહાર આવો. ૨૩૩૨.
૧૩. દૂતે નિવેદન કરેલા (જણાવેલા) તેને તેવા પ્રકારના સૈન્યના યોગને સાંભળીને રાજાએ સઘળા સભાજનોની આગળ એમ કહ્યું. ૨૩૩૩.
. ૧૪. હે સભાજનો ! અહીં પુણ્યને જ નિહાળો, એકલો નીકળેલો પણ આ હમણાં આવા પ્રકારનું પામ્યો. ૨૩૩૪.
૧૫. હવે રાજા (મસ્ત્રીની) સન્મુખ જઈને માનને મૂકીને ભેટ્યો. પ્રમોદ અને આશ્ચર્યયુક્ત રોમાંચવાળા (રાજાએ) તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. ૨૩૩૫.
ઉપદેશસપ્તતિ ૨૫