________________
૧૮. ત્યારપછી સાચું છે સાચું છે એ પ્રમાણે બીજા ત્રણ સંન્યાસીઓએ પણ કહ્યું. સૂરે કહ્યું. અહો ! તેણીની પાપની કુશલતા કેવા પ્રકારની છે ? ૨૧૨૪.
૧૯. ખેદની વાત છે. નિષ્કારણ તે વૈરિણી વડે મને કેટલો મહાન ઉદ્વેગ કરાયો. એ પ્રમાણે ઘણા છાતી ફાટ વિલાપોને કર્યા. ૨૧૨૫.
૨૦. શ્રાદ્ધવિધિ શી રીતે કરાય? ત્યાગ-યાગ (યક્ષ) વગેરે શી રીતે કરાય?) ખરેખર નિર્ધનો વડે બીજા બીજા પણ પુણ્યકાર્યો શી રીતે કરાય ? ૨૧૨૭.
૨૧. તેણે ગયેલા ધનને વિચાર્યું અને આની વડે મને આવા પ્રકારનું દુઃખ કરાયું ત્યારે તેથી હું પણ આને ઘણું ભયંકર દુઃખ આપીશ. ૨૧૨૭.
૨૨. એ પ્રમાણે વિચારીને સૂરે તેઓને કહ્યું, “અરે ! અરે ! ભાઈઓ તમે સાંભળો, હું અહીં કરવતને મૂકીને મરી જઈશ.” ૨૧૨૮.
૨૩. (એ પ્રમાણેનાં) નિયાણા વડે સારા રૂપવાળો હું તેણીનો પુત્ર થઈશ. તે ભવમાં પણ બાર વર્ષનો થઈને મરી જઈશ. ૨૧૨૮.
- ૨૪. ખરેખર એ પ્રમાણે કરતે છતે તેણીને ઘણું દુઃખ થાય, અન્યથા નહીં. ખરાબ કરનારને વિષે પ્રતિક્રિયા કરવી જોઈએ. એ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહેવાય છે. ૨૧૨૯.
૨૫. હે ભાઈઓ! તે સમયે તમારા વડે પણ ત્યાં આવીને આ વૃત્તાંત તેણીને વિસ્તારપૂર્વક સંભળાવવો. ૨૧૩૦.
- ૨૭. તેની (સુથારની પત્ની) પાસેથી રત્નને લાવીને અહી (ધર્મમાં) વ્યય કરવો. એ માટે તમારા વડે જમણો હાથ અપાય (આપણે બે હાથ મેળવીને પ્રતિજ્ઞા કરીએ.) ૨૧૩૧.
ઉપદેશ સપ્તતિ ૨૭૧