________________
૩. ત્યાં શ્રીમાલજ્ઞાતિવાળો, રાજ્યને વિષે અધિકારી, સમ્યકત્વ મૂલ બાર વ્રતથી વિભૂષિત સજ્જન નામે મંત્રી હતો. ૨૨૯૨.
૪. તે જિનેશ્વર પરમાત્માની પૂજા કરીને જ ભોજન કરે છે અને પ્રતિક્રમણ કરીને જુએ છે. તેને દ્રઢ એવા આ બે નિયમ હતા. ૨૨૯૩.
૫. એક દિવસ પાટણમાં મ્લેચ્છોની સેના આવી. બાળકથી માંડીને વૃદ્ધ પર્યંત સર્વે લોકો ભયથી વિલ્વલ થયા. ૨૨૯૪.
૬. સજ્જનની સાથે પટરાણી સૈન્યને લઈને સન્મુખ ગઈ અને જલ્દી યુદ્ધની ભૂમિકા તૈયાર કરાઈ. ૨૨૫.
૭. ત્યારે જિનેશ્વર પ્રમાણ ઘોડાઓ અને દાંત પ્રમાણે મનુષ્યો (જિન ચોવીશ હોવાથી ઘોડાઓ) ચોવીશ હજાર (૨૪000) અને (દાંત બત્રીસ હોવાથી મનુષ્યો) બત્રીસ હજાર (૩૨૦૦૦) અને અઢારસો હાથીઓ હતા. ર૨૯. ''
: ૮. પટરાણીએ જુદા જુદા સુભટોને હાથી-ઘોડા-શસ્ત્ર અને બખ્તરોને અર્પણ કર્યા અને સજ્જનને સેનાપતિ તરીકે સ્થાપન કર્યો. ૨૨૯૭.
* ૯. બ્રાહ્મ મુહૂર્તમાં યુદ્ધ માટે સ્વયં હાથી ઉપર આરૂઢ થયેલા તેણે સઘળા - સૈનિકોને પણ તૈયાર કર્યા. ૨૨૯૮.
* ૧૦. હાથીના કુંભસ્થલ પર રહેલ એણે (સજ્જન) નવકારવાળીને (સ્થાપના તરીકે) સ્થાપીને પ્રતિક્રમણ કર્યું. ખરેખર તેવા પ્રકારના પુરુષો અવસરને જાણનારા હોય છે. ર૨૯૯.
૧૧. પાસે રહેલા એ પ્રમાણે ચિતવે છે. ધાર્મિક એવો પ્રભુ શું યુદ્ધ કરશે ? વળી યુદ્ધ તો નિર્દય માણસો વડે જ સાધ્ય છે. ૨૩૦૦.
ઉપદેશ સપ્તતિ ૨Q