________________
“ઉપદેશ-૧૭”
૧. જેઓ મનુષ્યોના સમૂહ સહિત અત્યંત ભક્તિપૂર્વક શ્રી તીથૅયાત્રાને કરે છે. તેઓ આભૂની જેમ જગતમાં વિશાળ સમૃધ્ધિવાળા અને પૂજનીય થાય છે. ૧૧૯૧.
૧. થારાપદ્ર નગરમાં શ્રી શ્રીમાળ જ્ઞાતિમાં શિરોમણિ જિનેશ્વર પરમાત્માના ધર્મમાં રક્ત સઘળા મંત્રીઓમાં આગેવાન આભૂ નામે મંત્રી હતો. ૧૧૯૨.
૨. ‘પશ્ચિમામંડલિકા’ (દેશના લોકોનો નંબર જેની પછી આવે છે) એ પ્રમાણે મોટા બિરૂદને ધારણ કરતો કુબેરની જેમ ઘણા કરોડ દ્રવિણોનો માલિક આભૂ હતો. ૧૧૯૩.
૩. એક વખત સંઘપતિ આભૂ શ્રી આદિનાથ પરમાત્માને નમસ્કાર કરવા માટે ઘણા સંઘથી યુક્ત શત્રુંજય પર્વતને વિષે હર્ષપૂર્વક ચાલ્યો. ૧૧૯૪.
૪. સ્વર્ગના વિમાનની જેવા સાતસો મંદિરો, (દેદીપ્યમાન ઘોડા-બળદવિગેરેવાળા) ઘણા સુખાસન-પાલખી-૨થ ચાલતા હતા. ૧૧૯૫.
૫. ચાલીસ હજાર ગાડાઓ શોભતા હતા. પાંચસો દશ ઘોડાઓની સાથે ચાલ્યા. ૧૧૯.
૬. બાવીશસો ઊંટ, એકસો કડાઈ, સેંકડો પ્રમાણ મુખવાસ આપનારા કંદોઈ અને રસોઈયા. ૧૧૯૭.
૭. ત્યાં એકસોને ત્રેસઠ પ્રગટ એવી દુકાનો, સેંકડો માળીવાળી સાત પરબો શોભતી હતી. ૧૧૯૮.
૮. પાણી લાવવા માટે સાતસો પાડાઓ હતા. મનુષ્ય-ખચ્ચર વગેરેનું પ્રમાણ જણાતું નથી (એટલે કે એનો કોઈ પાર નથી). ૧૧૯૯.
ઉપદેશ સપ્તતિ ૧૫૬