________________
૯. કેવલજ્ઞાની ભગવંતે કહ્યું કે તમારા પિતા હતા, તે વ્યંતર દેવ થયા. સર્પના રૂપવાળા તેમના વડે નિધિને ગ્રહણ કરતા એવા તને અટકાવાયો. ૧૦૫૮.
૧૦. એક દિવસ વ્યંતરદેવે આવીને રાજાની આગળ કહ્યું - ધનને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા વિજયને તમે વારો અન્યથા હું અનર્થને કરીશ. ૧૦૫૯.
૧૧. રાજાએ કહ્યું - ધન વડે તું શું કરશે? તું મને કહે - વળી તારા અનુગ્રહથી (તારા) પુત્ર દાન-પૂજા વગેરે કરો. ૧૦૬૦.
૧૨.એ પ્રમાણે કરતે છતે પુણ્યકાર્યની અનુમોદના કરવાથી તેને પણ ફળ પ્રાપ્ત) થાય વગેરે રાજાએ કહ્યું. તો પણ આ (વ્યંતરદેવ) સમજ્યો (માન્યો) નહીં. ૧૦૬૧.
૧૩. એક વખત નિધાનના વ્યંતરદેવને થાંભલા રૂપે કરનાર કોઈક જ્ઞાની ભગવંત વિજયની દૃષ્ટિના વિષય બન્યા (અર્થાત્ વિજયને મળ્યા.) ૧૦૬૨.
૧૪.તેમના સાનિધ્યથી બલાત્કારે પણ તેને (સર્પને) દૂર કરીને તેના (વિજય) વડે સાક્ષાત્ પોતાના પુણ્યની જેમ તે નિધાનને ઉપાડાયું. ૧૦૬૩.
. ૧૫. શ્રી ગુરુભગવંતના ઉપદેશથી તે દ્રવ્યના વ્યયથી તેણે શ્રી શાંતિનાથ પરમાત્માના જીર્ણ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. ૧૦૬૪.
વળી એનો ઉપદેશ આ પ્રમાણે છે –
૧. વિવેકવાળા પ્રાણીઓને શ્રી જિનેશ્વર પરમાત્માના નવા મંદિરને કરાવવામાં જે ફળની પ્રાપ્તિ થાય છે. તેના કરતા આઠ ગણું પુણ્ય જીર્ણ મંદિરનો ઉદ્ધાર કરાવવામાં થાય છે. ૧૦૬૫.
ઉપદેશ સપ્તતિ ૧૪૦