________________
૮. એ પ્રમાણે દૃઢ એવી તે પ્રતિજ્ઞાને સાંભળીને રાજા વડે તે નિમિત્તજ્ઞ પોતાના ગામમાં સ્થાપન કરાયો (રખાયો). પરંતુ ક્યાંય પણ જવા દીધો નહીં. ૧૮૫ર.
૯. સર્વ લોકો વડે પોતાના કુટુંબના અનુમાનથી દેશાંતરમાં પણ જઈને આદરપૂર્વક ધાન્યનો સંગ્રહ કરાયો. ૧૮૫૩.
૧૦. જે કારણથી માણસોના પ્રાણો અન્નને વિષે રહેલા છે તેથી ત્યારે લોકો વડે પોતપોતાના ધનનો અનાદર કરીને ધાન્યો જ એકત્રિત કરાયા. ૧૮૫૪.
૧૧. હવે ઉનાળો પસાર થયે છતે વર્ષાકાળ પ્રવર્તતે છતે સર્વ લોકો પણ ઉંચે જોતે છતે વાદળો પાણીરહિત થયા. ૧૮૫૫.
૧૨. ભવિષ્યમાં દુષ્કાળની શંકા વડે લોકો ઘણા ગભરાયા. ખરેખર ધર્મ કાર્યની વ્યવસ્થા સુકાળને અનુસરનારી હોય છે. ૧૮૫૭.
: ૧૩. શ્રાવણ વદિ બીજનો દિવસ પ્રાપ્ત થયે છતે ઉત્તર દિશામાં વાદળ થયું. લોકો તે વાદળની સન્મુખ ગયા. ૧૮૫૭.
• ૧૪. વાંજિત્રો વગડાવ્યા, ગીત-નાટક વગેરે કરાવ્યા. ત્યારે તેમના ભાગ્ય વડે - આકૃષ્ટ થયેલાની જેમ વાદળું વરસ્યું. ૧૮૫૮.
૧૫. રાજાએ નિમિત્તજ્ઞને કહ્યું. આજે તારું વચન નિષ્ફળ થયું. તેથી જેમ-તેમ બોલનાર તારી જીભનો હું છેદ કરું છું. ૧૮૫૯.
૧૭. હે દેવ ! કંઈક પ્રતીક્ષા કરો. જો મને કોઈ જ્ઞાની મુનિ મળે તો તેમની આગળ શાસ્ત્રના અર્થનો નિર્ણય થાય. ૧૮૬૦.
ઉપદેશ સપ્તતિ ૨૩૮