Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 628
________________ જે વેદાંતી વડે પણ કહેવાયું છે કે - ૧. પ્રાણો કંઠ પર્યત (મરણ) આવતે છતે પણ દેવદ્રવ્યમાં બુદ્ધિ (ઈચ્છા) ન કરવી જોઈએ. કારણ કે અગ્નિ વડે બળેલા વૃક્ષો ફરીથી) ઉગે છે પરંતુ ધાર્મિક દ્રવ્યથી બળેલા નહીં. (દેવદ્રવ્યનું ભક્ષણ કરનારનો વિસ્તાર જલ્દી થતો નથી. ઘણા ભવો પર્યત એને દુર્ગતિમાં ભટકવું પડે છે.) ૨૪૪૦. ૨. ધાર્મિક દ્રવ્ય, બ્રહ્મહત્યા, દરિદ્રનું ધન, ગુરુની પત્ની એ સ્વર્ગમાંથી પણ પાડે છે. ૨૪૪૧.. ૧૨. ત્યાર બાદ તે બંને સર્પ થયા. ત્યાંથી વચ્ચેના ભવો મત્સ્ય વિગેરે યોનિઓમાં પૂર્ણ કરીને સઘળી નરકમાં ઉત્પન્ન થયા. ૨૪૪૨. ૧૩. તે કર્મ વડે પ્રાયઃ અંગોનું છેદાવું વગેરે કદર્થના સહન કરતાં સર્વ તિર્યંચ યોનિમાં ભમ્યા. ૨૪૪૩. ૧૪. ચાર x ત્રણ બાર બાર હજાર ભવોને એ પ્રમાણે પૂર્ણ કરીને તે બંને યથાપ્રવૃત્તિકરણ કરવાથી શુભ કર્મના ઉદયને સન્મુખ થયા. ૨૪૪૪. ૧૫. આ ભવમાં વ્યવહારીના કુલમાં તમે બંને ભાઈઓ થયા. દુઃખે કરીને ઓળંગાય એવી આ ભવિતવ્યતા કોને વિડંબના પમાડતી નથી ? ૨૪૪૫. ૧૯. પોતાની ઈચ્છાથી બાર દ્રમ્પના (આ પ્રમાણેના) વ્યાપારથી મેળવેલા કર્મ વડે બાર હજાર ભવ પર્યત તમોને આ દુઃખની શ્રેણી થઈ. ૨૪૪૬. ૧૭. આ ભવમાં પ્રત્યેકને (બંને) પિતા વડે અપાયેલ બાર કરોડ સુવર્ણનો જે નાશ અને પગલે પગલે અપમાન થયું. ૨૪૪૭. ઉપદેશ સપ્તતિ ૩૧૦

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640