________________
૨૪. તે દુઃખથી દુઃખિત એવા તેઓ પણ તે સ્વરૂપનું નિવેદન કરતે છતે સર્વે પોતપોતાના ઘરે આવ્યા અને સંસારની સ્થિતિને વિચારી. ૨૦૧૧.
૨૫. ત્યારબાદ જમાઈ અને પુત્રીના તેવા પ્રકારની કર્મની વિષમતાને જાણીને ત્યાર પછી રતિસાર શ્રેષ્ઠ શ્રાવક ધર્મસાર થયો. ૨૦૧૨.
૨૯. એક વખત ચાર જ્ઞાનને જાણનાર જ્ઞાની ભગવંત ત્યાં આવ્યા. શ્રેષ્ઠીએ તેમની દેશનાને સાંભળીને તે બંનેના (પુત્રી અને જમાઈના) પૂર્વભવને પૂછ્યો. ૨૦૧૩.
૨૭. જ્ઞાની ભગવંતે કહ્યું પહેલા શાલિગામમાં કુટુંબાદિથી ત્યાગ કરાયેલી કોઈક ગરીબ ભરવાડણની બાલિકા હતી. ૨૦૧૪.
૨૮. તેણી પેટની પૂર્તિને માટે શ્રેષ્ઠીના ઘરમાં હલકા કામો કરે છે. વળી (તેણીનો) પુત્ર વાછરડાઓને ચરાવે છે. ૨૦૧૫.
૨૯. એક વખત વાછરડાઓને ચરાવીને પુત્ર ઘરે આવ્યો. તેની માતા ક્યાંય પણ કાર્યમાં રત હોવાથી ઘરે આવી નહોતી. ૨૦૧૬.
- ૩૦. ઘણી વેળા થઈ. તે બાલક ઘણો ભૂખ્યો થયો અને ઘરે આવેલી તેણીને આક્ષેપ સહિત આ વચન કહ્યું. ૨૦૧૭.
- ૩૧. અરે રાંડ! શું તું આટલો વખત શૂળીમાં ચઢાયેલી હતી ? હે નાશ પામેલ ચેતનાવાળી ! શું તું મારી ભૂખની પીડાને જાણતી નથી ? ૨૦૧૮.
૩૨. તેણીએ પણ તે પ્રમાણે જ પ્રત્યુત્તર આપ્યો, શું તારા બે હાથ છેદાઈ ગયા હતા? જે અહીં મારા વડે આ સિક્કામાં તારે માટે ભોજન તૈયાર કરાયેલું હતું. ૨૦૧૯.
ઉપદેશ સપ્તતિ ૨પ૭