________________
ઉપદેશ-૧૩” ૧. ભવ્ય પ્રાણીઓ વડે પ્રતિક્રમણ આદરવા યોગ્ય છે. એ પ્રતિક્રમણ જિનેશ્વર ભગવંતો વડે હિતને માટે પાંચ પ્રકારે કહેવાયેલું છે. પાપથી નિવૃત્તિ અને સુકૃતમાં વારંવાર પ્રવૃત્તિ કરવી એ પ્રમાણે પંડિત પુરુષો વડે જેના નામનો અર્થ કહેવાયેલો છે. ૨૨૮૪. જેનો અર્થ કહેવાયો છે -
૧. મિથ્યાત્વનું પ્રતિક્રમણ તેમજ અસંયમ (અવિરતિ)નું પ્રતિક્રમણ, કષાયોનું પ્રતિક્રમણ અને અપ્રશસ્ત યોગનું પ્રતિક્રમણ. ૨૨૮૫.
૨. એમ અનુક્રમે વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળને વિષે સંસારથી પ્રતિક્રમણ ચાર પ્રકારે છે. ૨૨૮૬..
૩. પ્રમાદના વશથી જે પોતાના સ્થાનથી (અધ્યાત્મભાવથી) બીજે સ્થાને (વિભાવદશામાં) ગયેલો જે ત્યાં જ (અધ્યાત્મ ભાવમાં) પાછો ફરે તે પ્રતિક્રમણ કહેવાય છે. ૨૨૮૭. .
૪. પાપ આદિના એક પ્રતિક્રમણને વિષે પણ જો આ પ્રકારો થાય તો તે ભાવપ્રતિક્રમણ કહેવાય છે. ૨૨૮૮.
. ૫. આવા પ્રકારનું પ્રતિક્રમણ જેઓ પ્રતિદિન કરે છે તેઓને આલોક અને પરલોકમાં સજ્જનની જેમ સુખ પ્રાપ્ત થાય. ૨૨૮૯.
૧. બારસો પાંત્રીસમા વર્ષે શ્રી પાટણ નગરમાં ગાંડો, દેદીપ્યમાન ભાવવાળો ભીમદેવ નામે રાજા હતો. ૨૨૯૦.
૨. તેના વડે સહસ્ત્રકલા નામની વેશ્યા પોતાની પટરાણી કરાઈ. વળી તેણી એ જ રાજાની જેમ રાજ્ય-રાષ્ટ્ર વિગેરેની ચિંતા કરે છે. ૨૨૯૧.
ઉપદેશ સપ્તતિ ૨૯૦