________________
૫. એક દયાળુ વેપારી વડે તે બાળકો જોવાયો અને ગ્રહણ કરાયો. તેણે પોતાની પત્નીને અર્પણ કર્યો. તેણીએ પણ તે બાલકનું પાલન કર્યું. ૧૫૦૦
- ૩. આ લોભી છે, ત્યાગ કરાયેલ છે એ પ્રમાણે પિતા વડે કરાયેલ છે ઉજ્જિત નામ જેનું, એવો તે મોટા મનોરથ વડે પાંચ-છ વર્ષનો થયો. ૧૫૦૯.
૭. હું જહોશિયાર, બુદ્ધિશાળી, ધનવાળો, બલવાળો પણ છું. કેટલાક બિચારા આ મનુષ્યો મારી આગળ નોકર જેવા છે. ૧૫૧૦.
૮. એ પ્રમાણે અહંકાર વડે પરિપૂર્ણ હોવાથી, તૃણ સમાન કર્યું છે ત્રણ જગતને જેણે એવો તે પર્વતના સ્તંભ જેવો તે દિવસોને પસાર કરતો હતો. ૧૫૧૧.
૯. એ માતા અને પિતાને તથા દેવ અને ગુરુને પ્રણામ કરતો ન હતો. દુર્વિનીતોમાં શિરોમણિ એવો હંમેશાં અભિમાની જ રહે છે. ૧૫૧૨.
૧૦. એક દિવસ પિતાએ તેને કહ્યું હે પુત્ર ! વિદ્યાના મઠમાં તું જા, ગ્રન્થોને ભણ શઠતાનો (લુચ્ચાઈનો) ત્યાગ કર (અને) ભણાવનાર (ગુરુ) પ્રત્યે વિનયને ધારણ કરે. ૧૫૧૩.
૧૧. મારા ગળાના શોષણ વડે સર્યું. જે કારણથી પહેલા પણ હું બુદ્ધિશાળી છુંતે બિચારો ઉપાધ્યાય (ભણાવનાર વિદ્યાગુરુ) મને શું અધિક ભણાવશે ? તે તમે કહો. ૧૫૧૪. " ૧૨. વેપારીઓનો આ આચાર છે વગેરે ઘણા મીઠા વચનો કહેવા વડે પાઠશાળામાં મોકલાયો અને બારાખડી વિગેરે ભણ્યો. ૧૫૧૫.
૧૩. કાંઈક અપરાધ થયે છતે કલાચાર્ય વડે એ મરાયો. તેટલામાં કલાચાર્યને - કહ્યું - અરે ભિક્ષાચર ! શું તું મને જાણતો નથી ? ૧૫૧૬.
ઉપદેશ સપ્તતિ. - ૧૫