________________
૩૭. તેણે કહ્યું. ‘દેવ-ગુરુની કૃપાથી” (સમાધિપૂર્વક નિર્વાહ કરે છે.) તેથી અમ્બિકાદેવી કોપાયમાન થઈ. આ કૃતઘ્ન છે. જે મારા વડે કરાયેલ છે. (એમ) માનતો નથી. ૯૩૩. * ૩૮. બાર પ્રહર સુધી એકઠું કરેલ સીસાની ખાણ ચાંદી રૂપે થયેલ દ્રવ્યથી શિખર સુધી મંદિર થયું. વળી તેની આગળ ન થયું. ૯૩૪.
૩૯. પાટણથી શ્રી ગુરુભગવંતને અને બહેનને બોલાવીને તેણે શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા ઘણા વિસ્તારપૂર્વક કરાવી. ૯૩પ.
૪૦. તે ભગિનીએ પણ કહ્યું કે ભાઈ ! મને વસ્ત્રો આપ. જો આપ કહો તો હું અહીં મંદિરમાં મંડપ કરાવું. ૯૩૭.
૪૧. શ્રેષ્ઠીએ કહ્યું. તારા વડે સારું કહેવાયું. નવલાખ દ્રવ્યના વ્યયથી તેણી વડે મેઘનાદ નામે મંડપ કરાવાયો. ૯૩૭.
૪૨. વ્યવહારીઓ વડે ત્યાં બીજા પણ મંદિરો કરાવાયા અને એ પ્રમાણે પૃથ્વીતલ પર તે પ્રસિદ્ધ તીર્થ થયું. ૯૩૮.
. અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે કે -
૪૩. ૧. ગોગાકના પુત્ર શ્રદ્ધાવાળા, બુદ્ધિશાળી પાસિલ નામના મંત્રી વડે શ્રી નેમિનાથ પરમાત્માનું ઉંચું એવું મંદિર બનાવાયું. રાગદ્વેષ રહિત એવા નિર્ગસ્થ મુનિભગવંતના મસ્તકને વિષે ચૂડામણિરત્ન સમાન - - શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વાદીઓમાં ઈન્દ્રસમાન આ. ભ. - શ્રી પ્રભુદેવસૂરીશ્વરજી મ. સા. વડે નેમિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરાઈ. ૯૩૯.
I એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારનો આઠમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૧૨૪