Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 594
________________ ૨૧. તેણે પણ કહ્યું. તે સ્વામિની! મારા વડે રાત્રિમાં પોતાનું કાર્ય કરાયું. સવારે તમારું. કાંરણ કે આ મારું શરીર તમને આધીન છે. ૨૩૧૦. ૨૨. મારું મન મારે આધીન છે, તેથી મારા વડે પોતાનું કાર્ય (પ્રતિક્રમણ વગેરે) કરાયું. એ પ્રમાણે સાંભળીને તેઓ તેની પ્રશંસા કરે છે. અહો ! આની ધર્મમાં કેટલી દઢતા છે ! ર૩૧૧. ૨૩. દેવી પાટણમાં ગઈ. વૈદ્યો વડે સજ્જન પણ સારો નિરોગી કરાયો અને તેણે (સજ્જને) અનુક્રમે શ્રીધર્મને અને રાજ્યકાર્યને કર્યું. ૨૩૧૨. ૨૪. જેઓ સંકટમાં પડતે છતે પણ એ પ્રમાણે નિયમને મૂકતા નથી. તેઓને મોક્ષના સુખની પરંપરા હાથમાં પ્રાપ્ત થયેલી જ હોય છે. ર૩૧૩. રપ.અથવા પંડિતજનો બીજી રીતે પ્રતિક્રમણના પાંચ પ્રકાર કહે છે. (જણાવે છે) ૧. દેવસિઅ, ૨. રાઈ, ૩. પાક્ષિક, ૪. ચાતુર્માસિક અને ૫. સાંવત્સરિક ૨૩૧૪. ૧. પહેલા અને છેલ્લા જિનેશ્વર ભગવંતનો ધર્મ પ્રતિક્રમણ સહિત છે (અર્થાત્ રોજ બંને સમય પ્રતિક્રમણ કરવું અને મધ્યના બાવીસ જિનેશ્વર ભગવંતના શાસનમાં કારણ ઉત્પન્ન થયે (અર્થાતુ દોષ લાગે ત્યારે) પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. ૨૩૧૫. ૨. જે કારણથી સાધુ ભગવંત વડે અને શ્રાવક વડે દિવસ અને રાત્રિના અંતે અવશ્ય કરવા યોગ્ય છે. તેથી આનું આવશ્યક એ પ્રમાણે નામ પડ્યું. ૨૩૧૬. ૩. હે ભવ્યજીવો ! તમારા વડે પ્રમાદનો સંપૂર્ણ ત્યાગ કરીને એ પ્રમાણે પ્રતિક્રમણને કરાય છે જેને કરતે છતે (તમે) સંસારના ભારથી રહિત શરીરવાળા થાઓ. જેમ ભારને વહન કરનારો, ભારને મૂકી દીધો હોય ત્યારે હલકો થાય (તેમ તમે પણ સંસારના ભારથી રહિત શરીરવાળા થાઓ). ૨૩૧૭. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં તેરમો ઉપદેશ છે. તે ઉપદેશ સપ્તતિ ૨૯૩

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640