________________
૨૭. તેટલામાં સાતમે દિવસે એક સંઘ આવ્યો. એટલામાં ઉત્સુકતાથી દ્વાર ઉઘાડ્યું અને પ્રતિમા જોવાય છે. ૮૫૧.
૨૮. તેટલામાં લોકો વડે તે પ્રતિમા નહિ ચોટેલા અવયવોવાળી જોવાઈ. તે પ્રતિમાના નવ ખંડો આજે પણ પ્રગટ (સ્પષ્ટ) દેખાય છે. પર.
૨૯. પોતાના નગરે પહોંચેલા તે સાખી લોકોને ત્યારે ઘરનું બળવું, દ્રવ્યનો વિનાશ વગેરે ઉપદ્રવો થયા. ૮૫૩.
૩૦. તે સર્વ દેવતાઓએ કરેલું જાણીને ભયભીત થયેલ રાજાએ પોતાના મંત્રીને મોકલ્યો અને ત્યાં દેવે પણ તેને સ્વપ્નમાં એ પ્રમાણે કહ્યું. ૮૫૪.
૩૧. જો આ રાજા અહીં આવીને પોતાના મસ્તકનું મુંડન કરાવશે (તો) ત્યારે જ નગરનું અને રાજાનું કુશલ થશે. ૮૫૫.
૩૨. કહેવાયેલાં અનેક ભોગોના યોગને તે પ્રમાણે જ કરવાથી ઘણી પ્રભાવના વિંડે તે રાજા સમાધિવાળો થયો. ૮૫ક.
- ૩૩. તે પ્રમાણે બીજાઓ વડે પણ પોતાના મસ્તકનું મુંડન વિગેરે શરૂ કર્યું. જે કારણથી સઘળો લોક ગતાનુગતિક (અનુકરણ કરવાવાળો) દેખાય છે. ૮૫૭.
. ૩૪. એ પ્રમાણે પ્રકર્ષે કરીને ચઢતા મહિમાવાળા દેદીપ્યમાન આ તીર્થમાં એક વખત દેવે તે તીર્થના અધિકારી માણસને સ્વપ્નમાં કહ્યું. ૮૫૮.
૩૫. મારા નામથી જ પરમાત્માની બીજી મૂર્તિ સ્થાપન કરાય. જે કારણથી ક્ષય પામેલા અંગવાળી તે (મૂર્તિ) મૂળનાયક ભગવાનને સ્થાને શોભા આપતી નથી. ૮૫૯..
ઉપદેશ સપ્તતિ ૧૧૪