________________
“ઉપદેશ-૧૧” ૧. જિનેશ્વરના મતને અનુસરનારા લોકો વડે નીચ જાતિના લોકોને ઉચિત, સ્વ અને પરશાસ્ત્રમાં ઉક્તિપૂર્વક ત્યાગ કરાયેલ, થોડા ગુણવાળું અને ઘણા દોષોથી યુક્ત એવા રાત્રિ ભોજનનો નિષેધ કરાય છે. (ત્યાગ કરાય છે.) ૨૨૧૩.
૨. યોગશાસ્ત્રમાં કહેલ રાત્રિભોજનમાં દોષની સંતતિને સાંભળીને તત્ત્વને જાણનાર કોણ રાત્રિમાં ભોજનને કરે ? ૨૨૧૪.
૩. રાત્રિ ભોજનના નિયમની આરાધના અને વિરાધનામાં કહેવાતા ત્રણ મિત્રના દૃષ્ટાંતને તમે સાંભળો. ૨૨૧૫.
૧. પહેલા કોઈક નગરમાં ત્રણ વેપારી મિત્ર હતા. તેઓ અનુક્રમે શ્રાવક, ભદ્રક (સરળ પરિણામવાળો) અને મિશ્રાદષ્ટિ હતા. ૨૨૧૬.
૨. એક દિવસ તેઓ જૈનાચાર્ય પાસે ગયા. ત્યાર બાદ ગુરુ ભગવંત વડે તેમની આગળ સુશ્રાવક જંનને ઉચિત એવી દેશના કરાઈ. ૨૨૧૭.
૩. તેઓમાં શ્રાવક કુલમાં ઉત્પન્ન થયેલ હોવાથી શ્રાવકે કંદમૂલ, રાત્રિભોજન ત્યાગ વિગેરે નિયમોને જલ્દીથી સુખપૂર્વક ગ્રહણ કર્યા. ૨૨૧૮.
- ' ૪. વળી ભદ્રકે ઘણું કહેતે છતે વિચારીને રાત્રિ ભોજનના નિયમને ગ્રહણ કર્યો. બીજા નિયમોને નહીં, મિશ્રાદષ્ટિએ કોઈ નિયમ ગ્રહણ ન કર્યો. ૨૨૧૯.
૫. શ્રાવક અને ભદ્રકની જાતિ-કુટુંબ ધાર્મિક હોવા છતાં પણ ઘરની સર્વ વ્યવસ્થા ખરેખર ઘરના સ્વામીને અનુસરનારી થાય. ૨૨૨૦.
. શ્રાવક પ્રમાદની બહુલતાથી, તે-તે કાર્યમાં વ્યાપૃત હોવાથી અનુક્રમે પોતાના નિયમમાં શિથિલ આદરવાળો થયો. ૨૨૨૧.
ઉપદેશ સપ્તતિ ૨૮૨