________________
૧૮. જે નવીન ધનનો અલાભ અને પ્રાપ્ત કરેલ ધનનું પણ ન ટકવું, તેનું (પૂર્વોપાર્જિત કર્મનું) જ ફળ છે. દુષ્કર્મ રૂપ વિષવૃક્ષનું આ ફળ કડવું છે. ૨૪૪૮.
૧૯. વળી જે આ જન્મમાં (ભવમાં) કર્મસારને જડતા વગેરે પ્રાપ્ત થઈ. તે પૂર્વભવમાં જ્ઞાનદ્રવ્ય વડે કરેલ વ્યાપારથી ઉત્પન્ન થયેલ ફળ છે. ૨૪૪૯.
૨૦. જે કારણથી દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ અકથ્ય કહેવાય છે, સાધારણ દ્રવ્ય પણ સંઘની સંમતિપૂર્વક કહ્યું છે. ૨૪૫૦.
૨૧. શ્રીસંઘ વડે પણ તે દ્રવ્ય શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા વડે સાતે ક્ષેત્રમાં વ્યય કરવા (વાપરવા) યોગ્ય છે પરંતુ જેમ-તેમ યાચક વિગેરેમાં આપવા યોગ્ય નથી. ૨૪૫૧.
જે કારણથી –
૧. દેવદ્રવ્ય એક જ સ્થાનમાં (દેવદ્રવ્યમાં જ), વળી જ્ઞાનદ્રવ્ય બે ક્ષેત્રમાં જ (દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્ય), ત્રીજું (સાધારણ) દ્રવ્ય સાતે ક્ષેત્રમાં વ્યય કરવા યોગ્ય છે. ૨૪૫૧.
એ પ્રમાણે શ્રી જિનેશ્વર પરમાત્મા શ્રી સિદ્ધાંતમાં કહે છે. ૨૨. કદાચિ જ્ઞાનદ્રવ્ય વગેરે દ્રવ્યનો ભોગ થાય તો તે સ્થાનમાં પોતાનું દ્રવ્ય પણ બમણું આપવું જોઈએ. ૨૪૫૨.
૨૩. એ પ્રમાણે સાંભળીને શ્રાવક ધર્મને સ્વીકારવાપૂર્વક પ્રાયશ્ચિતના સ્થાનમાં - (પ્રાયશ્ચિત્તમાં) તે બંને વડે એ પ્રમાણે નિયમ ગ્રહણ કરાયા. ર૪૫૩.
૨૪. વ્યાપારમાં થોડો અથવા ઘણો જે લાભ થશે તે સઘળો પણ જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના સ્થાનમાં થાઓ. ૨૪૫૪.
ઉપદેશ સપ્તતિ ૩૧૧