________________
૧૯. તે બંનેએ પણ લોકોને ધર્મમાં સ્થિર કર્યા. એક વખત ત્યાં ચાર જ્ઞાનને ધારણ કરનારા આચાર્ય ભગવંત પધાર્યા. ૨૩૩૬.
૧૭. રાજા અને મંત્રી પરિવાર સહિત તેમને વંદન કરવા માટે ગયા. અને તે બંને વડે એકાગ્રતાપૂર્વક ધર્મદેશના સંભળાઈ. ૨૩૩૭.
૧૮. અવસરે રાજાએ પૂછ્યું, હે ભગવન્! આ મંત્રીને જેના વડે ચિંતામણિ રત્ન અપાયું તે કોણ છે ? એ પ્રમાણે કહો (જણાવો). ૨૩૩૮.
૧૯. ગુરુ ભગવંતે કહ્યું. પહેલા પદ્મા નગરીમાં સમ્યક્ત મૂલ બાર વતથી વિભૂષિત ઉત્તમ શ્રાવક શ્રેષ્ઠી સુદત્ત હતો. ૨૩૩૯.
૨૦. એક દિવસ તેણે દિવસ અને રાત્રિના પૌષધ વ્રતને ગ્રહણ કર્યું. યોગનિદ્રા વડે નિદ્રાને કરતો વિધિપૂર્વક રાત્રિમાં સૂતો હતો. ર૩૪૦.
૨૧. ત્યારે તેના ઘરમાં નિર્ભય એવો કોઈક પણ ચોર પ્રવેશ્યો. ઘરનું સર્વસ્વ ચોરી કરીને પાણીના પૂરની જેમ નીકળી ગયો. ૨૩૪૧.
રર. શ્રેષ્ઠી જાગતો જ હતો, વળી પાપથી ભીરૂ ધર્માત્મા, વ્રતમાં અતિચાર લાગે એ પ્રમાણે શંકાવાળો તેને જાણતો છતો પણ બોલ્યો નહીં. ૨૩૪૨.
૩. હવે સવારે પૌષધ પારેલ શ્રેષ્ઠીએ પારણું કર્યું અને ગંભીર એવા તેણે (શ્રેષ્ઠીએ) પુત્રાદિને પણ તે વૃત્તાંત ન કહ્યો. ૨૩૪૩.
૨૪. એક દિવસ તે જ ચોર હારને વેચવા માટે બજારમાં ક્યાંક આવ્યો. ત્યારે સુદત્તના પુત્ર વડે (તે હાર) જોવાયો. ૨૩૪૪.
ઉપદેશ સપ્તતિ ૨૯૬