________________
૨૩. મારી આજ્ઞાથી આ પટહ તેરસ-સાતમ વગેરે દિવસે વગાડાય છે. નહિતર પ્રમાદથી પૂર્ણ એવા માણસો પર્વતિથિ અને અપવતિથિના વિભાગને કેવી રીતે જાણે ? ૧૭૯૨.
૨૪. અહીં મારી આજ્ઞાથી લોકો પર્વ દિવસે પૌષધ, બ્રહ્મચર્યનું પાલન, જ્ઞાનતપ અને ક્રિયા વગેરે કરે છે અને સ્નાન કરવું, માથે ગૂંથવું, ખાંડવું વિગેરે કાર્યનો ત્યાગ કરે છે. ૧૭૯૩.
રપ. રંભાએ પણ કહ્યું કે નરેન્દ્ર ! પરભવના ફલના અર્થી એવા તમારા વડે હાથમાં રહેલા પણ આ યૌવન, ભોગોનો યોગ, સુખ-સંપતિ વિગેરેને ફોગટ હારી જવાય છે. ૧૭૯૪.
૨૯. રાજાએ પણ કહ્યું - હે સુંદરી ! જિનેશ્વર પરમાત્મા વડે કહેવાયેલું અને પિતા વડે આચરણ કરાયેલ ઘણા ફલવાળા એવા પર્વતિથિએ પળાતા વ્રતને થોડા સુખની પ્રાપ્તિના હેતુથી શી રીતે ત્યાગ કરું ? ૧૭૯૫.
ર૭. જેઓના જીવનમાં શીલવ્રત નથી, તપ નથી (આવશ્યકાદિ) ક્રિયા નથી. વિવેક વૈરાગ્ય વિગેરે ગુણો નથી. તેઓનો જન્મ પશુઓની જેમ આ લોકમાં નિષ્ફળ હોય છે. પરલોકમાં વળી ઘોર દુર્ગતિ પ્રાપ્ત થાય. ૧૭૯૭.
૨૮. હવે ઈન્દ્રાણીએ કહ્યું. શ્રી જિનેશ્વર પરમાત્માની સાક્ષી પૂર્વક પોતાની જીભ વડે જ સ્વીકારાયેલું હતું તે તમારા બંનેનું વચન મારે ઉલ્લંઘન ન કરવું. હે સજનું! તે તમારા વડે શું ભૂલાઈ ગયું ? ૧૭૯૭.
ર૯. જેના વાક્યમાં સ્થિરતા નથી તેને ધિક્કાર છે આવા તે પુરુષોમાં મૂર્ખ ગણાય છે. પોતાને અધીન પતિ થાય તે માટે અમે કુલાદિકનો ત્યાગ કર્યો અને સુખની ઈચ્છા વડે તમે પતિ કરાયા. ૧૭૯૮.
૩૦. હે પ્રભો ! તેથી ઉભય ભ્રષ્ટ થવાથી મને સુખ નથી અથવા કોની આગળ ખેદ કરાય ? આ પ્રમાણે એક વાર તમારી પરીક્ષા કરાઈ. તમારી વાણી નિષ્ફળ થાય એમાં મારું શું જશે ? ૧૭૯૯.
ઉપદેશ સપ્તતિ ૨૩૦