________________
“ઉપદેશ-૪” ૧. પંડિત પુરુષો વડે ધર્મમાં જયણા પ્રધાનપણે પ્રરૂપિત કરાયેલી છે વળી ગૃહસ્થોને જે (દુઃખે કરીને પાળી શકાય એવી) છે તો પણ તેને (જયણાને) વિષે પ્રયત્ન કરતો આસ્તિક સુખને ભજનાર થાય. જેમ તે મૃગસુંદરી સુખનું ભાન થઈ. ૧૯૪૭.
૧. શ્રીપુરનગરમાં રાજાની જેમ લોકો પ્રત્યે વાત્સલ્યવાળો શ્રીષેણ નામે રાજા હતો. જાણે બીજો ઈન્દ્ર ન હોય તેમ દેવરાજ નામે તેનો પુત્ર હતો. ૧૯૪૮.
૨. જન્મથી માંડીને તેના અંગમાં દુષ્ટ એવો કોઢ રોગ થયો. અનેક પ્રકારે તેની પ્રતિક્રિયા (રોગ દૂર કરવાની ક્રિયા) કરી પરંતુ તે પ્રતિક્રિયા નિષ્ફળ થઈ. ૧૯૪૯.
૩. (તે બાળકો સાત વર્ષનો થયો. (ત્યારે) એક દિવસ રાજા વડે નગરની અંદર કરાયેલ ઉદ્ઘોષણાપૂર્વકના પડહને એ પ્રમાણે સર્વ લોકોને સંભળાવ્યો. ૧૯૫૦.
૪. જે પંડિત અથવા અપંડિત પણ મારા પુત્રની વ્યાધિને દૂર કરશે એ અડધા રાજ્યની સ્થિતિનું ભજન થશે. (તેને અડધું રાજ્ય મળશે.) ૧૯૫૧.
* ૫. ત્યાં યશોદત્ત વ્યવહારીની લક્ષ્મીવતી નામે પુત્રી હતી. તે ધર્મમાં તત્પર અને શીલને વિષે વિશેષ પ્રકારે આદરવાળી હતી. ૧૯૫૨.
૬. તેણી વડે પોતાના શીલની પરીક્ષાને માટે પડહને નિવારીને (અટકાવીને) પોતાના હાથના સ્પર્શ માત્ર વડે તે કુમારને સારો કરાયો. ૧૯૫૩.
૭. તેથી કુમારની સાથે તેણીનું હાથી-ઘોડા-રથ વિગેરે આપવાપૂર્વક પાણિગ્રહણ મહોત્સવ થયો. ૧૯૫૪.
૮. તે કુમારને (દેવરાજને) રાજ્યને વિષે સ્થાપન કરીને અવસરે તે રાજાએ મંત્રજ્યાને સ્વીકારી. જે કારણથી કાળને જાણનારા પુરુષો ઉત્તમ હોય છે. ૧૯૫૫.
ઉપદેશ સપ્તતિ ૨૪૯