________________
૨૭. ગભારા સહિત દહેરાસર થાય અને કસોટીની શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા થાય ત્યાં સુધી (કડીયાઓ) જેટલું ઈચ્છે તેટલું ત્યાર પછી આપે છે. ૮૧૩.
૨૮. મંત્રી વડે વિશાળ દિલવાળો આ પ્રમાણે જણાવાયો. તેટલામાં પ્રફુલ્લિત નેત્ર અને મુખવાળા આ બન્ને પરસ્પર પ્રીતિવાળા થયા. ૮૧૪.
- ૨૯. હવે તેજપાલ મંત્રી દહેરાસરને જોવાની ઈચ્છા વડે અનુપમા દેવીની સાથે થોડા પરિવાર સહિત અર્બુદગિરિ પર ગયો. ૮૧૫.
૩૦. ત્યાં મંત્રીએ ઘણું દાન આપવા પૂર્વક પ્રતિષ્ઠા વિગેરે અનેક મોટા ઉત્સવોની પરંપરા કરાવી. ૮૧૬.
૩૧. એક વખત અનુપમા દેવીએ શોભન કડીયાની પ્રતિ કહ્યું કે દહેરાસરના કાર્યમાં ઘણો વિલંબ થાય છે એમાં શું કારણ છે? ૮૧૭.
૩૨. શિયાળો, પર્વતનું શિખર, દિવસ નાનો, ભોજન વિગેરેની ક્રિયા પણ ત્યાં જ કરવાની, ત્યાર પછી કાર્ય કરનારા માણસો) ઓછા છે, તેથી વિલંબ થાય છે. ૮૧૮.
૩૩. પૂજ્ય મંત્રી દીર્ઘ આયુષ્યવાળા છે. તો વિલંબનો ભય કેમ? એમ કડીયાએ કહ્યું. તેણીએ પણ કહ્યું. એ પ્રમાણે ન જ બોલવું જોઈએ. કારણ કે ભવિષ્યકાળ દુર્લક્ષ્ય છે. ૮૧૯.
૩૪. લક્ષ્મીનો નાશ અથવા પોતાનો નાશ થાય. જેથી વિશ્વ વિનશ્વર છે તો પણ પ્રાણીઓ ત્યાં સ્થિરતાની બુદ્ધિ શા માટે બાંધે છે. ૮૨૦.
૩૫. ત્યારબાદ એણે (અનુપમા દેવીએ) પોતાની બુદ્ધિથી વિભાગ કરીને દિવસ અને રાત્રિના જુદા-જુદા એમ સઘળા કડીયાઓને ત્યાં કાર્ય કરવામાં જોડ્યા. ૮૨૧.
ઉપદેશસતતિ ૧૦૯