________________
૨૭. હે સાધુ ભગવંત ! હંમેશાં તમારું ચારિત્ર સુખપૂર્વક પળાય છે ? શરીર પીડારહિત છે ? બીજો કોઈ પણ ઉપદ્રવ નથી ને ? ૧૪૯૨.
૨૮. દેવ અથવા મનુષ્ય જે કોઈ તારા વિરૂપને (તારું ખરાબ) કરે ત્યારે મને કહેવું. એ પ્રમાણે હંમેશાં એની સાથે વાર્તા કરતી હતી. ૧૪૯૩.
૨૯. સ્પૃહારહિત એવા મુનિ ભગવંતે પણ કહ્યું, મારે કશું દુષ્કર નથી. જે કારણથી જે સુખ સંતોષને ધારણ કરનાર વ્યક્તિને હોય તે સુખ ચક્રવર્તીને પણ ન હોય. ૧૪૯૪.
૩૦. એક વખત પારણાને દિવસે નગરની અંદર (ગોચરી) જતાં તે મુનિ ભગવંત અમંગળ બુદ્ધિ વડે વ્યાપ્ત એવા એક બ્રાહ્મણ વડે કુટાયા. (પ્રહાર કરાયા). ૧૪૯૫.
૩૧. ઉછળતા એવા ક્રોધવાળા મુનિ ભગવંતે પણ મુઠ્ઠી વડે એને (બ્રાહ્મણને) માર્યો. એ પ્રમાણે તે બંનેનું લાંબા કાળ સુધી મુષ્ટામુષ્ટિનું (મુઠ્ઠી વડે) યુદ્ધ થયું. ૧૪૯૬.
૩૨. ભોજન પછી દેવીએ કુશલતા વગેરે પૂછી ગુસ્સે થયેલ મુનિ ભગવંતે પણ કહ્યું - ત્યાં (યુદ્ધ સમયે) તું ન આવી, હમણાં તારા વડે શું ? ૧૪૯૭.
૩૩. (હે મુનિ) ત્યાં હું આવી હતી. પરંતુ તમે ઓળખાયા નહીં. ત્યારે બંને યુદ્ધ કરતા હોવાથી ખરેખર સમાનતા હતી. ૧૪૯૮.
૩૪: ક્ષમા અને તપ વડે યુક્ત હોવાથી ક્ષમાશ્રમણ કહેવાય છે. તે બંનેમાં એકનો પણ નાશ હોતે છતે (ક્ષમાશ્રમણ) નામની નિરર્થકતા થાય છે. ૧૪૯૯.
૩૫. એ પ્રમાણે તેણી (દેવી વડે) આ સાધુ બોધને પમાડાયો અને મુનિ ભગવંતોમાં શ્રેષ્ઠ થયો. જો ઉચ્ચપદની (મોક્ષપદની) ઈચ્છા હોય તો તે ક્રોધ રૂપી યોધાને જીતવાની ઈચ્છાવાળાઓ વડે ભવ (સંસારને) જીતવો જોઈએ. ૧૫૦૦. ॥ એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ચોથા અધિકારમાં ત્રીજો ઉપદેશ છે. ।।
ઉપદેશ સપ્તતિ ૧૯૩