________________
૧. અહો ! જે નવકારમંત્ર જગતમાં ઉદાર છે તે આઠ પ્રકારની સંપદાઓ ધારણ કરે છે અને તે સંપદાઓ સજ્જનોને અનંતી સંપદાઓ (સંપત્તિઓ) આપે છે. ૧૪૩૩.
૨૪. શ્રી નમસ્કાર મહામંત્રનું પરાવર્તન કરવામાં તત્પર એવા તે રાજા કાળ કરીને માટેન્દ્ર દેવલોકમાં દેવ થયો. ૧૪૩૪.
ર૫. એ પ્રમાણે પ્રાણીઓ શ્રી નમસ્કાર મહામંત્રના સમ્યગુસ્મરણથી પ્રાપ્ત થતાં ફલને કર્ણપટ વડે પીને હૃદયમાં તે પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર રૂપી કમળને જપો અને પ્રીતિપૂર્વક તેને જ નમો. ૧૪૩૫.
|| એ પ્રમાણે શ્રી ઉપદેશ સંપ્તતિકાના ચોથા અધિકારમાં પ્રથમ ઉપદેશ છે. |
ઉપદેશ સપ્તતિ
૧૮૫