________________
૯. એ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ તેને કહ્યું. હે ભગવન્! આપને આ આવા પ્રકારનું વિચારવા માટે યોગ્ય પણ નથી તો વળી મુખથી બોલવા માટે તો શું? ૨૧૫૫.
૧૦. ગુસ્સે થયેલ ગુરુએ તેને કહ્યું. અરે ! મારું પણ અપમાન કરે છે. જો મારું વચન નહીં માને તો તારું ખરાબ થશે. ૨૧૫ક.
૧૧. અંતરમાં ક્રોધિત થયેલ શ્રેષ્ઠીએ પણ ફરીથી તેને શાંતિપૂર્વક આ કહ્યું. મારે કાંઈ પણ નહિ આપવા યોગ્ય નથી. વળી આપના જેવાઓને તો વિશેષ પ્રકારે આપવા યોગ્ય છે. ૨૧૫૭.
૧૨. પરંતુ પ્રગટ રીતે કન્યા પ્રદાન કરવી (તે) મારે અને તમારે ભવિષ્યમાં લજ્જાને કરનારે થશે. તેથી તમે હમણાં જાઓ. ૨૧૫૮.
૧૩. હે પ્રભો ! અહીં જે નદી છે તેમાં પેટીના ઉપાયથી આ બે (કન્યાઓ) ને મૂકીશ. એમાં સંશય ન કરો. ૨૧૫૯.
૧૪. એ પ્રમાણે સાંભળીને સંકુચિત મતિવાળો તાપસ પોતાના મઠમાં ગયો. પાપબુદ્ધિવાળા એણે (તાપસે) તેના ધ્યાનમાં જ તે રાત્રિને પસાર કરી. ૨૧૬૦.
૧૫. હવે તે ગોરવડે (શ્રેષ્ઠી વડે) વનમાંથી બે વાંદરીઓને લાવીને પેટીમાં નાંખીને પેટી નદીમાં વહાવાઈ. ૨૧૬૧.
- ૧૬: ત્યારે તાપસે પણ પોતાના શિષ્યોને એ પ્રમાણે કહ્યું. આજે ખુશ થયેલ કોઈક દેવે રાત્રિમાં એ પ્રમાણે કહ્યું. ૨૧૬૨.
૧૭. સવારે નદીમાં વહેતી જે પેટી આવે, તે તારા વડે મઠની અંદર લઈ જવી. તેમાંના સારને (રહેલાને) ગ્રહણ કરવું (એમાં જ) તારું હિત છે. ૨૧૦૩.
ઉપદેશ સપ્તતિ ૨૭૫