Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 612
________________ ૨૭. તેમાંથી એક રત્ન વડે પત્નીએ બીજે દિવસે શ્રેષ્ઠ વસ્તુઓ લાવીને શ્રેષ્ઠ ભોજન બનાવીને પોતાના પતિને ભોજન કરાવ્યું. ૨૩૮૩. ૨૮. ભોજન સમયે તેણીએ પતિને રત્નના સ્વરૂપને પૂછયું ? આ શું ? એ પ્રમાણે ભ્રાંતિવાળા તેણે પણ પોતાના વૃત્તાંતને કહ્યો. ૨૩૮૪. ૨૯. ખરેખર તે આ આપણા બંનેના શ્રી ધર્મનો જ મહિમા છે. એ પ્રમાણે તે દંપતીએ ધર્મમાં મનને નિશ્ચલ કર્યું. ૨૩૮૫. ૩૦. એ પ્રમાણે આ શ્રેષ્ઠી) ફરીથી અદ્ભુત સંપત્તિની પ્રાપ્તિથી રાજા વગેરેમાં માન્ય થયો. તેથી હે ભવ્યજનો ! તે સુપાત્રદાન - જિનપૂજા વિગેરે પુણ્યને જ કરો. ૨૩૮૩. | એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં પંદરમો ઉપદેશ છે. . - ઉપદેશ સપ્તતિ ૩૦૨

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640