________________
ઉપદેશ-પ” ૧. શ્રી અરિહંતના દહેરાસરને કરાવતા ધન્ય પવિત્ર પુરુષો પુણ્યશાળી સંપત્તિને પામે છે. અહીં કોવિદના ઈન્દ્ર (જ્ઞાની પુરુષો) વડે દષ્ટાંત સ્પષ્ટ કરાયા છેઃ તેજપાલ નામનો મંત્રી મુખ્ય સ્થાને છે. ૭૮૬.
૧. ગુજરાત દેશમાં શ્રી વિરધવલ રાજાના રાજ્યમાં વસ્તુપાલ અને તેજપાલ નામના બે વ્યાપારીઓ હતા. ૭૮૭.
૨. એક વખત શ્રી અર્બુદાગિરિને વિષે શ્રી વિમલમંત્રીની વૃદ્ધિ પામેલી પ્રશંસાને સાંભળીને ત્યાં તેના કારણને જાણવાની ઈચ્છા વડે વસ્તુપાલ ઉત્સુક મનવાળો થયો. ૭૮૮.
૩. ત્યાર પછી શ્રી વસ્તુપાલ વડે તેજપાલને કહેવાયું કે પોતાના ભાઈ લૂણિગના કલ્યાણને માટે દહેરાસર કરાવાય. ૭૮૯.
૪. લૂણિગ વડે પોતાના અંતિમ સમયે જે કહેવાયેલું પણ હતું. જો તમારી પાસે સંપત્તિ થાય તો અબુદગિરિ પર એક દહેરાસર કરાવાય. ૭૯૦.
પ. મારા નામ વડે નિર્માણ કરાવવું જોઈએ. ત્યારે પહેલા મારે) નિધનપણું હતું. હમણાં સંપત્તિ છે તો એનું ફળ કોનાથી ગ્રહણ ન કરાય. ૭૯૧.
- કુ. તે વાક્યને સાંભળીને વિનયવાન એવો તે રાજાની આજ્ઞા વડે સઘળી સામગ્રી સહિત ચંદ્રાવતી નગરીમાં ગયો. ૭૯૨.
૭. ત્યાં તે મંત્રી વડે ધારાવર્ષ રાજા ખુશ કરાયો. જેથી તેણે (રાજાએ) જલ્દીથી દહેરાસર કરાવવાનો આદેશ આપ્યો. ૭૯૩.
. ૮. હવે અબુદગિરિ પર જઈને તેજપાલ વડે શ્રીમાતાના પૂજારીઓ પાસે વિશાળ દહેરાસરને યોગ્ય પૃથ્વીની યાચના કરાઈ. ૭૯૪.
ઉપદેશ સપ્તતિ ૧૦૬