________________
૧૯. જે - તે બોલવામાં મને કોઈ દોષ ન આપવો. એ પ્રમાણે ગુપ્ત રીતે કહીને ત્યાર પછી સર્વ લોકની સમક્ષ આ પ્રમાણે કહ્યું. ૨૦૮૧.
. ૧૭. હે રાજન્ ! પહેલા જગતસિંહની પાસે મારા વડે લેણું હતું. તેનો આ પુત્ર અર્પણ કરતો નથી. શું કરાય ? તમે આદેશ આપો. ૨૦૦૨.
૧૮. રાજાએ બોલાવેલ પુત્રે સભામાં આવીને પોતાના વૃત્તાંતને કહ્યો. તેણે (ધનદે) પણ પોતાનો (વૃત્તાંત) કહ્યો, ત્યારબાદ બન્નેમાં વિવાદ થયો. ૨૦૮૩.
૧૯. વસ્તુપતિએ કહ્યું. જો તારા પિતાની પાસે તમારું) લેણું ન હોય તો સર્વે લોકો જોતું છતે તું પિતાના સોગંદ કર. ૨૦૮૪.
- ૨૦. પુત્રે વૈર્યતાપૂર્વક કહ્યું. હું પિતાના સોગંદ નહીં કરું તમારું લેણું અથવા મારું સર્વસ્વ તમે ગ્રહણ કરો. ૨૦૦૫
૨૧. હું બત્રીશ હજાર વડે મારા પિતાને શી રીતે વેચું? કરોડો ઉપકારો વડે • પણ જે બદલો વળાતો નથી. ૨૦૮૬.
૨૨. કેટલાક મૂર્ખ લોકો પોતાના પિતાના ગળાની અથવા લોહીની સોગંદ કરે છે. તેઓની ગતિને કેવળી ભગવંત જાણે છે. ૨૦૮૭.
જે કારણથી –
- ૧.જે મૂઢ પ્રાણી સાચી રીતે પણ અને ખોટી રીતે પણ પરમાત્માના સોગંદ કરે છે. તે બોધિબીજને હણીને અનંત સંસારી થાય છે. ૨૦૮૮.
૨૩. અહીં તેના વચનને સાંભળીને સર્વે સભાજનો વિસ્મય પામ્યા. તેની ' પ્રશંસાને કરે છે. તે ધનદે પણ કહ્યું. ૨૦૮૯.
ઉપદેશ સપ્તતિ ૨૬૬