________________
“ઉપદેશ-૧૨” ૧. વિધિપૂર્વક આરાધેલો ધર્મ જ ફળને આપે છે પરંતુ બલાત્કાર કરાયેલ ધર્મ ફળને આપતો જ નથી. વ્યય કરાયેલ રાજાની કામધેનું (ગાય) પણ વિધિ વિના દૂધને આપતી નથી. ૧૮૧૧.
૨. જે તામલિ તાપસે સાઠ હજાર વર્ષ પર્યત પોતાની રૂચિ વડે તપોને કર્યા. વિવેક વિના તેણે પણ અલ્પ ફળને મેળવ્યું. તેથી ઘણા કષ્ટના યોગ વડે શું? ૧૮૧૨.
૩. રોજ ભોજન કરવામાં રક્ત એવા કુરગડુ મુનિએ પણ વિવેકની સહાયથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું પરંતુ તે શ્રમણો વડે ન મેળવાયું. ૧૮૧૩.
૧. હવે પહેલા કહેવાયેલું દૃષ્ટાંત ભાવના કરાય છે. પૃથ્વીપુરમાં ધનદ નામે શ્રેષ્ઠી હતો. પ્રાયઃ તેણે ગોરસપ્રિય હતું. ૧૮૧૪.
૨. તે દહિ, દૂધ અને ખીરને પોતે ખાય છે તેમ જ મિત્રોને ખવરાવે છે તેથી તેને ઘણું ગોધન થયું. ૧૮૧૫..
૩. કેટલીક ગાયો દ્રોણ પ્રમાણ દૂધને આપનારી, કેટલીક સુંદર ગાયો, કેટલીક ગાયો સારા વ્રતવાળી હતી. એ પ્રમાણે એણે ઘણા ધન વડે સેંકડો ગાયોને ગ્રહણ " કરી. ૧૮૧૬. .
૪. હવે એક વખત ધનનો અર્થ એવો તે શ્રેષ્ઠી સારી પાંચ-છ ગાયોને યાનપાત્રમાં આરોપણ કરીને અનુક્રમે રત્નદ્વીપમાં ગયો. ૧૮૧૭.
- ૫. ત્યારબાદ સમુદ્રના કિનારે યાનપાત્રોને બાંધીને તે શ્રેષ્ઠીએ પોતાના કાફલાને યોગ્ય સ્થાને સ્થાપન કર્યો. ૧૮૧૮.
ઉપદેશસપ્તતિ ૨૩૩