________________
૯. ત્યાં પણ લાંબા કાલ સુધી ગૃહસ્થધર્મને ધારણ કરનારા તે બન્ને પ્રીતિવાળા થયા. અંતે વ્રતને ગ્રહણ કરીને સહજતાથી સ્વર્ગમાં ગયા. ૨૮૦.
- ૧૦. હવે મણિકુણ્ડલનો જીવ તે દેવલોકમાંથી અવીને મહાકચ્છ વિજયમાં શ્રેષ્ઠ વિજયાદિપુર નગરમાં - ૨૮૧.
૧૧. મહાસેન રાજાનો પુત્ર લલિતતાંગ નામે થયો. ત્યાં જ (મહાકચ્છ વિજયમાં) મનોહર અત્યંત સુશોભિત વિજયા નગરી છે. ૨૮૨.
૧૨. પુરરજસાનો જીવ પૂર્ણકેતુ રાજાને ત્યાં કમલલોચના નામે પુત્રી તરીકે ઉત્પન્ન થયો. ૨૮૩.
૧૩. મન-પસંદ પતિને વરવા માટે ઉત્સુક એવી તેણીએ પોતાની બધી સખીઓ આગળ આ પ્રમાણે પ્રગટ પ્રતિજ્ઞાને ધારણ કરી. ૨૮૪.
૧૪. ૧. જ્યોતિષવિદ્યા ૨. આકાશગામી વિધા ૩. વિમાન રચના ૪. રાધાવેધ તેમ જ ૫. સાપનો વિષનો નિગ્રહ - ૨૮૫.
* ૧૫. એમાં એક પણ કલામાં જે અધિક હોય તેને હું પતિ કરીશ. અન્યથા મને અગ્નિ થાઓ. ૨૮૬.
૧૭. હવે આની પ્રતિજ્ઞાને સાંભળીને ઉત્સાહિત મન વાળા ક્ષત્રિય રાજપુત્રોએ - તે તે કલાનો અભ્યાસ કર્યો. ૨૮૭.
૧૭. હવે મહોત્સવપૂર્વક તેણીનો સ્વયંવર પ્રારંભ થયે છતે લલિતાંગ વિગેરે કુમારો ઉપસ્થિત થયા. ૨૮૮.
૧૮. કુમાર વડે રાધાવેધ સધાયે છતે તે રાજપુત્રી અત્યંત હર્ષથી તેના (લલિતાંગના) ગળામાં જેટલામાં વરમાળા નાખે છે. ૨૮૯.
ઉપદેશ સપ્તતિ ૩૮