________________
“ઉપદેશ-૬” ૧. જે બારમા ગુણઠાણાને પામેલો સ્થિરસંવિદ (જ્ઞાની) લોભના નિષેધને સર્જે છે. ખરેખર તે લોભરૂપી વૈરી સાગરની જેમ આ લોક અને પરલોકમાં પણ કોને વિડંબના ન પમાડે. ૧૫૭૨.
૧. ધનને ઉપાર્જન કરવામાં આદરવાળો, ધર્મથી રહિત, આઠ કરોડ દ્રવ્યનો સ્વામી શ્રી મંદિર ગામમાં સાગર નામે શ્રેષ્ઠી હતો. ૧૫૭૩.
૨. પરંતુ કૃપણમાં શેખર એવો તે ધનને ભોગવતો નથી અને આપતો નથી. પ્રાયઃ કરીને હમેશાં તેનું દ્વાર બારણા વડે બંધ થયેલું હોય છે. ૧૫૭૪.
૩. ઘરમાં જ રહેલા એની ઉપર કોઈ નજર કરતું નથી અને કોઈ પણ યાચક ભોજન, નાન કે દાન પામતા નથી. ૧૫૭૫.
૪. તેની કમલા નામની પત્ની, તે બંનેનો દેવિલ નામે પુત્ર, તેની પત્ની વિમલા હતી. આ સર્વે પણ હંમેશા આશ્ચર્યચકિત રહેતા હતા. ૧૫૭૬.
૫. ત્યાં અનેક ખરાબ વિદ્યાઓ વડે મંત્ર-તંત્ર કરવામાં હોશિયાર, તે બંને - સાસૂ-વહૂ પોતાની ઈચ્છા પ્રમાણે આચરણ કરનારા હતા. ૧૫૭૭.
૯. એક વખત એક યોગિની તેના એકાંતમાં ઘરમાં આવી અને તે યોગિની) - આદર સહિત નમસ્કાર કરવા પૂર્વક સાસુ-વહુ વડે પૂછાઈ. ૧૫૭૮.
૭. હે સ્વામિની!અહીં બંધ બારણાવાળા ઘરને વિષે તમે શી રીતે આવ્યા?તેણીએ (યોગિનીએ) પણ કહ્યું. મારી પાસે આધારવાળી આકાશગામિની વિદ્યા છે. ૧૫૭૯.
૮. તે બંને વડે તેની પાસેથી તે વિદ્યા બહુમાન પૂર્વક ગ્રહણ કરાઈ. અને પોલાણવાળું એક મોટું લાકડું તે ઘરમાં વિદ્યમાન છે. ૧૫૮૦.
ઉપદેશ સપ્તતિ
૨૦૩