________________
૨૪. ત્યારે શું કરવું જોઈએ ? એમ મૂઢ એવા સંપૂર્ણ રાજ્યવર્ગમાં દિવ્ય વાણી થઈ. અરે ! અરે લોકો ! તમે સાંભળો. ૨૨૪૦.
૨૫. આ રાજાની વ્યાધિ નિયમમાં એકાગ્ર શ્રીપુંજ બ્રાહ્મણના હાથના સ્પર્શ માત્ર વડે જશે. અન્યથા નહીં. ૨૨૪૧.
- ૨૭. પુંજ કોણ છે? એ પ્રમાણે સાંભળવાને ઉત્સુક કર્ણવાળા સર્વ લોકોને વિષે ત્યારે એકે કહ્યું. નિર્ધન બ્રાહ્મણનો પુંજ નામે એક પુત્ર દઢ વ્રતવાળો છે. ૨૨૪૨.
ર૭. કુટુંબમાં કલહ થવાથી ત્રણ દિવસના ઉપવાસ થયે છતે પણ જે સારા વ્રતને વિષે ક્ષોભ ન પામ્યો. ખરેખર તે જ પુંજ બ્રાહ્મણ સંભવે છે. ર૨૪૩.
૨૮. એ પ્રમાણે સંભાવના માત્રમાં ઘણું બહુમાન હોવાથી પ્રધાન વગેરે વડે તે પુંજ બ્રાહ્મણ બોલાવાયો. શ્રીપુંજ જલ્દીથી આવ્યો. ર૨૪૪.
૨૯. તેણે કહ્યું. જો રાત્રિ ભોજનમાં મારો દઢ નિશ્ચય હોય તો રાજાના ઉદરની પીડા હમણા જ શાંત થાય. ૨૨૪૫.
૩૦. એ પ્રમાણે ઉક્તિપૂર્વક રાજાને પોતાના હાથના સ્પર્શમાત્રથી નગરના સર્વ લોકોની સાક્ષીએ ક્ષણ માત્રમાં નિરોગી કર્યો. ૨૨૪૯.
૩૧. ત્યારે ખુશ થયેલ રાજાએ શ્રી પુંજને પાંચસો પ્રમાણ ગામો આપ્યા. તેણે પણ રાજા વગેરેને જૈન ધર્મવાળા કર્યા. ૨૨૪૭.
૩૨. શ્રી પુંજ બ્રાહ્મણ રાજાના મુખ્ય લોકોને પૂજ્ય બન્યો. તેનો નાનો ભાઈ જે મિથ્યાત્વીનો જીવ હતો તે બન્ને જિનધર્મમાં રક્ત, કર્યા છે અનેક પ્રકારના ધર્મ જેણે એવા તે બે અને તે દેવ કાળ કરીને ઍવીને અનુપમ સુકૃતો વડે (એમ) તે ત્રણે સિદ્ધિને પામ્યા. જો સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા હોય તો પંડિતજનો રાત્રિમાં ભોજનનો ત્યાગ કરો. ૨૨૪૮.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પાંચમા અધિકારમાં અગ્યારમો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ ૨૮૫