________________
શ્રી આમ્રભટની પ્રતિ આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ના વાક્યો - ૧૬. મનને આનંદ પમાડે એવો પ્રતિષ્ઠાદિના વિસ્તારને તેણે કર્યો. શ્રી સંઘે પણ ત્યાં ધ્વજા-સ્નાત્ર વગેરે કર્યું. ૧૦૬૬.
૧૭, એક વખત મંદિરમાં રહેલ વિજયે રાજાના પુરુષો વડે વધને માટે નગરમાં લઈ જવાતા કોઈક ચોરને જોયો. ૧૦૬૭.
૧૮. વિજય રાજાને વિનંતિ કરીને આ ચોરને છોડાવે છે. રાજાએ પણ વિજયને કહ્યું. અંજનની સિદ્ધિને પ્રાપ્ત કરેલ આ ચોર અંતઃપુરનો વિનાશ કરનાર છે. ૧૦૬૮.
૧૯. જો આ પોતાની વિદ્યાને જણાવે તો હું આ ચોરને છોડું અન્યથા નહીં. તેના (ચોર) વડે નહિ કહેવાયે છતે આ ચોરને ત્રણ દિવસની મર્યાદા સુધી છોડ્યો. ૧૦૬૯.
૨૦. ચોર મંદિરની અંદર લઈ જવાયો. તેણે (ચોરે) ૫૨માત્માના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કર્યું (અને) રાજાની આગળ પોતાના પૂર્વ ભવને કહ્યો. ૧૦૭૦.
૨૧. તે આ પ્રમાણે - પહેલા આ ગામમાં ઘણા ઐશ્વર્યના સ્વામી ઉત્તમ-શ્રાવક રામ નામે શ્રેષ્ઠી એ પ્રમાણે પ્રસિદ્ધ હતો. ૧૦૭૧.
૨૨. તેના વડે આ દહેરાસર બનાવવા માટે આદરપૂર્વક કાર્ય આરંભ કરાયો. પરંતુ મંદિર બનતે છતે તે (શ્રેષ્ઠિ) ક્ષીણ દ્રવ્યવાળા થયા. ૧૦૭૨.
૩. ત્યારબાદ સિદ્ધ પુરુષને આરાધીને લોઢા પર જે રસનું એક ટીપું નાખવાથી સુવર્ણ બને એવા કોટીવેધરસને પ્રાપ્ત કરીને ઉત્પન્ન થયેલ ધન વડે મંદિરને પૂર્ણ કરાવ્યું. ૧૦૭૩.
ઉપદેશ સપ્તતિ ૧૪૧