________________
૧૮. એક વખત જાવાલીપુરથી મ્લેચ્છોનું સૈન્ય આવ્યું અને અધિષ્ઠાયક દેવ વડે ઘોડા પર સવાર થઈને તે આવેલું સૈન્ય દૂર કરાયું (ભગાડાયું.) ૮૪૨.
૧૯. સૈન્યની મધ્યમાંથી મુનિવેષને ધારણ કરનારા તેમના (પ્લેચ્છોના) શેખ (તરીકે ઓળખાતા) સાત ગુરુઓ લોહીના પ્યાલાઓને ભરીને ત્યાં આગળ આવ્યા. ૮૪૩.
૨૦. દેવની સ્તુતિ કરવાના બહાનાથી તેઓ મંદિરમાં રાત રહ્યા. રાત્રિમાં લોહીના છાંટા છાંટીને (ફંકીને) મૂર્તિને ભાંગી. ૮૪૪.
૨૧. લોહીનો સ્પર્શ હોતે (છો) દેવોની કાંતિ જાય છે. (નાશ પામે છે.) એ પ્રમાણે શાસ્ત્રવચન છે. તે પાપીઓ ત્યારે જ નાસી ગયા. ખરેખર તેવા પ્રકારના લોકોને સ્વસ્થતા ન હોય. ૮૪૫.
૨૨. તેઓ વડે કરાયેલ તેવા પ્રકારના અયોગ્ય કાર્યને સવારમાં જોઈને ધાંધલ વિગેરેના હૃદયમાં ઘણો ખેદ થયો. ૮૪૬.
૨૩. બિચારા તે સાતે પણ શેખો ત્યાંના રાજા વડે સૈનિકોને મોકલીને વિનાશ કરાયા વળી સેના પોતાના નગરમાં ગઈ. ૮૪૭.
- ૨૪. હવે દેવે ઉપવાસ કરેલ પોતાના અધિકારીને કહ્યું - ખેદ ન કર નિર્દય વિષે મારા વડે પણ સમર્થ ન થવાયું. ૮૪૮.
રંપ. આ નવે પણ ખંડોને જોડીને તું જલ્દીથી નવસેર પ્રમાણ લાપસીની અંદર મૂક. ૮૪૯.
૨૦. સાત દિવસ પર્યત બન્ને દરવાજા બંધ કર. એ પ્રમાણે તેના વચનને સાંભળીને તે પૂજારીએ પણ તે પ્રમાણે જ કર્યું. ૮૫૦.
ઉપદેશ સપ્તતિ ૧૧૩