________________
૭. અનુક્રમે એકસો સાત ઔષધોના સમૂહને જાણ્યો. પણ અભ્યાસના અભાવથી એકસો આઠમી ઔષધીને ન જાણી. ૧૨૮૫. .
૮. તેનું (૧૦૭ ઔષધોનું) ગમે તે પણ પાણીની સાથે મિશ્રણ કરીને, તે લેપને કરીને આકાશમાં ઉડવાની ઈચ્છા વડે બંને પગમાં લગાડે છે. ૧૨૮૯.
૯. તેના પ્રભાવથી પરંતુ સાચા અભ્યાસ વિના ઉડવાનું અને પડવાનું કરતા એના શરીરમાં ઘાની શ્રેણીઓ થઈ. ૧૨૮૭.
૧૦. ગુરુભગવંતે પૂછ્યું, હે ભદ્ર ! તારા શરીરે આટલા ઘા શેના છે ? તેણે (નાગાર્જુને) પણ જે પ્રમાણે કર્યું તે પ્રમાણે આરંભીને પોતાના વૃત્તાંતને કહ્યો. ૧૨૮૮.
૧૧. તેની (નાગાર્જુનની) બુદ્ધિથી રંજિત થયેલ ગુરુ ભગવંતે બાર વ્રતનો સ્વીકાર કરાવીને સાચો શ્રાવક બનાવીને ઔષધની પરંપરાને કહી. ૧૨૮૯.
૧૨. જો તારી આકાશમાં ઉડવાની ઈચ્છા છે તો તું આ ઔષધિઓનો સાઠ ‘ચોખાના પાણીની સાથે તું લેપ કર. ૧૨૯૦.
૧૩. એમ સાંભળીને તે પ્રમાણે કરીને સિદ્ધ થયા છે સર્વ મનોરથો જેના એવો તે જિનેશ્વરના મતની પ્રભાવના કરતો શ્રેષ્ઠ શ્રાવક થયો. ૧૨૯૧.
- ૧૪. એ કારણથી જ સારા ફલને ઈચ્છનારા વિવેકી પુરુષો વડે હૃદયની ભક્તિપૂર્વક ગુરુદેવ - પિતા – રાજા વગેરેની જ સેવા કરાય છે. ૧૨૯૨.
૧૫. એક વખત તે યોગી વડે (નાગાર્જુન વડે) ઘણા દ્રવ્યો મિશ્ર કરીને સુવર્ણને સિદ્ધ કરનાર સહસવધી રસ સધાયો. ૧૨૯૩.
ઉપદેશ સપ્તતિ ૧૬૮