________________
૭. સવારે ત્યાંના કાર્યને કરીને પોતાના નગર તરફ આવતો આ માર્ગમાં ત્રણ ચોરો વડે રોકાયો. ૫૦૭.
* ૮. ત્રણ બાણ વડે તેઓને હણીને આનંદપૂર્વક તે પોતાના નગરમાં ગયો. જે કારણથી મણિ-મંત્રાદિનો મહિમા અચિંત્ય કહેવાય છે. ૫૦૮.
૯. નગરમાં ભીમરાજા વડે તે વૃતાંતને સાંભળીને જિણહને બોલાવીને કહેવાયું. હે ભદ્ર ! તેં દુષ્કર (કાર્ય) કર્યું. ૫૦૯.
૧૦. ત્યારે ધન વસ્ત્રાદિ વડે હીન એવો પણ તે સભાજનો વડે અત્યંત બળથી યુક્ત સિંહની જેમ જોવાયો. ૫૧૦.
૧૧. ત્યારે રાજા વડે તેને મ્યાનરહિત તલવાર અર્પણ કરાય છતે શત્રુને શલ્ય સમાન સેનાપતિએ તેને એ પ્રમાણે કહ્યું. ૫૧૧.
૧. જેને તલવારમાં અભ્યાસ હોય તેને તલવાર અપાય જિણહને (તો) ફકત તલ-ત્રાજવું અને કપાસ અપાય. ૫૧૨.
. જિયે કહ્યું -
- ૨. તલવારને ધરનારા, ધનુષ્યને ધરનારા, ભાલાને ધરનારા, શક્તિમાનના
શસ્ત્રને ધારણ કરનારા ઘણા બધા હોય છે. તે શત્રુશલ્ય ! માતાએ પ્રસવેલા "મનુષ્યમાં રણમાં શૂરવીર પુરુષ વિરલ જ હોય છે. પ૧૩.
રાજાએ કહ્યું – સારું કહ્યું. જે કારણથી –
૧. પુરુષ વિશેષને પ્રાપ્ત થયેલ ઘોડા, હથિયાર, આગમ, વીણા, વચન, મનુષ્ય અને સ્ત્રી યોગ્ય અને અયોગ્ય હોય છે. ૫૧૮.
ઉપદેશ સપ્તતિ ૬૭