________________
૨૦. હે રાજનું! હું મારી વાણીની ક્લા વડે જીવું છું તમારું શું ? એ પ્રમાણે વિવાદ થયે છતે રાજાએ ફરીથી તેને ત્યાં મોકલ્યો. ૧૭૦૬.
૨૭. ત્યારે રાજા વડે તેને બીડાયેલો લેખ અર્પણ કરાયો. અનુક્રમે જ્યાં ભોજરાજા છે ત્યાં દૂત ગયો. ૧૭૦૭.
૨૮. ત્યારે બાજોઠ પર બેઠેલા પાણી વડે ભીંજાયેલ મસ્તકવાળા ભોજરાજાએ તેને બોલાવ્યો. હે દૂત ! તારું સ્વાગત વર્તે છે. ૧૭૦૮.
૨૯. હાસ્યપૂર્વક રાજા વડે પૂછાયું. નગરમાં વસનારો તારો સ્વામી ભીમડો હજામ હમણાં નગરમાં શું કરે છે ? ૧૭૦૯.
૩૦. તેણે (દૂત) પણ કહ્યું. ઘણા રાજાઓના મસ્તક મુંડે છે. તમારું મસ્તક ભીનું હોતે છતે આજે પણ તમારો વારો આવતો નથી. ૧૭૧૦.
૩૧. તે વાક્ય વડે ખુશ થયેલા સુવર્ણની જીભ આપી. સમયને ઉચિત બોલેલું વચન કોને ન રૂચે. ૧૭૧૧. '
૩૨. હવે લેખને ઉઘાડીને (રાજા) સ્વયં જેટલામાં વાંચે છે તેટલામાં ત્યાં (પત્રમાં-લેખમાં) એ પ્રમાણે જોયું. આ દૂતને તમારે મારવો. ૧૭૧૨.
૩૩. ક્ષણમાત્ર વિચારીને તેણે રાજાએ) દૂતની આગળ તે પ્રમાણે વૃત્તાંતને કહ્યું. દૂતે પણ પોતાના મનોભાવોને છુપાવીને તેને આ પ્રમાણે કહ્યું. ૧૭૧૩.
૩૪. હે રાજેન્દ્ર ! સાંભળો. મારી જન્મપત્રિકા આજે મને સ્મરણમાં આવી. હિતને ઈચ્છનારા નિમિત્તજ્ઞ વડે તેમાં એ પ્રમાણે લખાયેલું છે. ૧૭૧૪.
૩૫. આને પચાશમા વર્ષને વિષે કાળ વિપત્તિને કરનાર છે. જ્યાં આનું મરણ થશે ત્યાં બાર વર્ષનો દુષ્કાળ થશે. ૧૭૧૫.
ઉપદેશસપ્તતિ ૧૯