________________
૧૮. પશુઓ અથવા મનુષ્યોને ભૂખ વિગેરેનું કષ્ટ ન થાય એ પ્રમાણે વિચારીને સર્વ પ્રાણીઓને ઉપકાર કરનારું કાર્ય એ પ્રમાણે કર્યું. ૮૦૪.
૧૯. હવે ઉંબરિણી ગામ સંબંધી લક્ષ્મી વડે ઘણા રથના સમૂહ દ્વારા એણે અર્બુદાગિરિના શિખર પર પત્થરોને મંગાબા. ૮૦૫.
૨૦. પોતાના ઉદા નામના સાળાને કાર્યની દેખરેખ કરવાના સ્થાને જોડ્યો. બુદ્ધિશાળી એવો તે દ્રવ્યના વ્યયમાં ઈચ્છા પ્રમાણે આદેશ આપતો હતો. ૮૦૬.
૨૧. શોભન વિગેરે સાતસો પ્રમાણ કડીયાઓ (પત્થરોને) ઘડે છે. એ પ્રમાણે ઘડવાના કાર્ય વિગેરેની વ્યવસ્થા કરીને તે પોતાના નગરમાં ગયો. ૮૦૭.
૨૨. ત્યારબાદ દહેરાસર થવા આવ્યું. ખરાબ સ્વભાવવાળા તે કડીયાઓ ફરીફરીથી કાર્ય કરવાની પહેલ-પહેલા શિલ્પી પાસેથી વેતન (આજીવિકા)ને ગ્રહણ કરે છે. ૮૦૮."
૨૩. તેથી સાળાએ મંત્રીને જણાવ્યું. તમારા સઘળા ય દ્રો કડીયાઓ વડે - વિનાશ કરાયા. ૮૦૯.
* ૨૪. તેજપાલ મંત્રી વડે તેની (સાળાની) પ્રતિ લેખ વડે જણાવાયું. શું દ્રમો કોહલઈ ગયા છે ? જેથી “વિનાશ થયા” એ પ્રમાણે તમે કહો છો. ૮૧૦.
. ૨૫. પોતાની માતાને વળ્યા કહેવાતા વાક્યની જેમ આ વચન નિષ્ફલ છે. પરંતુ દ્રમો (ધાતુ વિશેષના સિક્કાઓ) ઉપકારને કરનારા થયા. એ પ્રમાણે બોલો. ૮૧૧.
રક. આ તત્ત્વને (રહસ્યને) સાંભળો. તેથી વિનયવાન એવા તમારા વડે ક્યારેય કડીયાઓની ઈચ્છાનો છેદ કરવા યોગ્ય નથી. ૮૧૨.
ઉપદેશસપ્તતિ ૧૦૮