________________
“ઉપદેશ-૯” ૧. વિષયો રૂપી માંસમાં આસક્ત લોકો આ જ ભવમાં વિડંબનાને સહન કરે છે. જેમ ગોરથી વગોવાયેલ તે કુલિંગી તાપસ લઘુતાને પામ્યો. ૨૧૪૬.
૧. પહેલા ચંપકપુરમાં શ્રેષ્ઠ ગુણોથી યુક્ત, ચકોર (પક્ષી) ની જેમ કુશલ ચકોર નામે શ્રેષ્ઠી થયો. ૨૧૪૭.
૨. પરંતુ ધર્મકાર્યમાં તત્પર પણ આ શ્રેષ્ઠી તાપસીને વિષે હંમેશાં અત્યંત આદરને કરે છે. ખરેખર ધર્મમાં પરીક્ષા દુર્લભ હોય છે. ૨૧૪૮.
૩. એક વખત પર્વ દિવસમાં ક્યાંકથી પણ તેના વડે કોઈ એક તાપસ ઘરમાં ભોજનને માટે નિમંત્રિત કરાયો અને શ્રેષ્ઠીએ તેને જમાડ્યો. ૨૧૪૯.
૪. ઉદરને બરાબર ભરવાપૂર્વક ભોજન કરતા એવા તે દુષ્ટ વડે ગૌરવર્ણવાળી, લાંબા કાનવાળી શ્રેષ્ઠિની બે પુત્રીઓ જોવાઈ. ૨૧૫૦.
૫. પગથી માંડીને મસ્તક પર્વત મનોહર તેના તે રૂપને જોતા કામવાસના જાગ્રત થઈ. ખરેખર નિર્વિવેકી પુરુષો તેવા પ્રકારના હોય છે. ૨૧૫૧.
ક.. ભોજન કર્યા પછી પોતાના શિષ્યથી ગુપ્ત રીતે લજ્જાનો ત્યાગ કરીને તાપસે ગોરની આગળ કહ્યું. ૨૧૫ર.
૭, આ પુત્રીનું યુગલ કોનું છે ? તેણે કહ્યું. હે ભગવન્! મારું છે. જે કારણથી તમે ગુરુભક્ત છો (તેથી) તે પુત્રી યુગલ મને આપો. ૨૧૫૩.
૮. અક્ષય (મોક્ષ) હિતને ઈચ્છનાર વડે પોતાને જે વસ્તુ પ્રિય હોય તે વિચાર કર્યા વિના મનથી એકાંતે ગુરુને આપવી જોઈએ. ૨૧૫૪.
ઉપદેશ સપ્તતિ ૨૭૪