________________
૧૮. જિનેશ્વર પરમાત્માની પૂજાની સામગ્રીની ટોપલીને મસ્તક પર મૂકીને ધાર્મિક એવો તે સાક્ષાત્ પુણ્યના સમૂહની જેમ નગરથી બહાર નીકળ્યો. ૨૨૦૦.
૧૯. એટલામાં તે કિલ્લાના દ્વારમાં આવ્યો તેટલામાં તે નગરમાં રહેનાર પુત્ર રહિત રાજાનું અકસ્માત મૃત્યુ થયું. ર૨૦૧.
૨૦. ત્યારે અહીં સેવકો વડે પાંચ દિવ્યો સર્જાયા અને તેઓ વડે તે જ શ્રેષ્ઠિને સામ્રાજ્ય અપાયું. ૨૨૦૨.
૨૧. તેણે કહ્યું. હું રાજ્યને યોગ્ય નથી. મારા અભિષેક વડે સર્યું. ત્યારે દેવી વાણી થઈ. અહો ! તારું ભાગ્ય મહાન છે. ૨૨૦૩.
૨૨. તેથી પ્રતિષેધ ન કર. ભવિતવ્યતા અન્યથા થતી નથી. શ્રેષ્ઠીએ પણ કહ્યું. જો એ પ્રમાણે છે તો મારું વચન સાંભળો. ર૨૦૪.
૨૩. પહેલા શ્રી જિનેશ્વરના બિંબને અભિષેક કરો પછી મારો. હર્ષથી પૂર્ણ એવા તેઓએ પણ એ પ્રમાણે કર્યું. ર૨૦૫.
* ૨૪. એ પ્રમાણે સામ્રાજ્યને પ્રાપ્ત કરેલ તે શ્રેષ્ઠીએ પરિવાર સહિત રાજાના મહેલને અલંકૃત કર્યો. નગરની સ્ત્રીઓએ મંગલ કર્યું. ર૨૦૬.
- ૨૫. એણે (રાજાએ) મુખ્ય સિંહાસન પર જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરીને સ્વયં પાદપીઠ પર બેસીને રાજ્યના કાર્યોને સાળા. ૨૨૦૭. .
૨૬. ત્યારે શ્રેષ્ઠ સમ્યગ્દષ્ટિ દેવોએ રત્નની વૃષ્ટિ કરી. તેણે (રાજાએ) જિનેશ્વરના જ એક છત્ર સમાન રાજ્યને ચલાવ્યું. ૨૨૦૮.
ઉપદેશસપ્તતિ ૨૮૦