________________
૧૭. ત્યાં પગલા કરો, જેથી હું તમને (ગિરનાર પર્વત) બતાવું. જે કારણથી લોકમાં પણ ગિરનારનો મહિમા ગવાય છે. કફપ.
૧૮. મનોહર એવા ઉજ્જયન્ત (ગિરનાર) પર્વત પર માહ વદી ચૌદશે જાગરણ કરીને તેની ઉપર કૃષ્ણરાજા નિર્મલ થયા. કકક.
૧૯. પદ્માસને બિરાજમાન શ્યામવર્ણની મૂર્તિવાળા, વસ્ત્ર રહિત શ્રી નેમિનાથ ભગવાન છે હરિ (કૃષ્ણ મહારાજા) એ શિવ એ પ્રમાણે જેમનું નામ રાખ્યું. કક૭.
લોકોત્તરમાં પણ –
૧. અવસર્પિણીમાં જે ખરેખર પ્રથમ આરામાં છવીસ યોજન, બીજા આરામાં વિશ યોજન, ત્રીજા આરામાં સોળ યોજન, ચોથા આરામાં દશ યોજન, પાંચમા આરામાં બે યોજન અને છઠ્ઠા આરામાં સો ધનુષ ઉચો છે તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. ૬૬૮.
૨. અહીં અતીત ચોવીશીના નામશ્વર વગેરે આઠ પરમાત્માઓના ત્રણ કલ્યાણક થયા તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. કડ૯.
૩. શ્રી ધર્મેન્દ્ર કરેલ શ્રી નેમિનાથ પરમાત્માની મૂર્તિ દેવોના સમૂહ વડે વીશ કરોડ સાગરોપમ સુધી પૂજાયેલી છે. તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. ક૭૦.
૨૦: એ પ્રમાણે સાંભળીને પરિવાર સહિત રાજા ગિરનાર ઉપર ગયા. અત્યંત અદ્ભુત દહેરાસરને જોઈને “આને કોણે કરાવ્યું? એ પ્રમાણે કહ્યું. ક૭૧.
૨૧. સજ્જને પણ કહ્યું, હે દેવ ! કર્ણરાજાના કુલમાં ચંદ્ર સમાન જયસિંહ રાજાએ આને કરાવ્યું. ૭૨.
-
~
ઉપદેશ સપ્તતિ
૧