________________
૯. તેની અત્યંત પ્રેરણાથી ઉપવાસને દિવસે પણ તે સાથવાનું જ ભાથું સાથે લઈને ચાલ્યો. ર૩૬પ.
૧૦: બીજે દિવસે કોઈક પ્રદેશમાં પારણાની ઈચ્છા વડે દૂધની સાથે સાથવાને મેળવીને શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા કરી. ૨૩૬ક.
૧૧. ત્યારે ભાગ્યના યોગથી પ્રેરાયેલ કોઈક - મુનિ ભગવંત આવ્યા. તેમને વહોરાવીને શેષ વધેલું પોતે વાપર્યું. ૨૩૧૭.
૧૨. તે (શ્રેષ્ઠી) તે સુપાત્રદાનથી ઘણા પ્રમોદને ધારણ કરતો ચોથા દિવસે લજ્જાળુની જેમ તેના સસરાના) ઘરે ગયો. ૨૩૬૮.
૧૩. તેઓ સસરા વગેરે સ્વાગતાદિ પ્રગટ કરતા હતા. પરંતુ ધનથી રહિત તેને જોતા તેઓએ હવે તેનો અતિઆદર ન કર્યો. ૨૩૦૯.
૧૪. તો પણ તેણે પોતાના નિર્વાહને યોગ્ય કેટલુંક ધન માગ્યું, ત્યારે સસરા વિર્ગરે પણ તેને આવા પ્રકારનું વચન કહ્યું. ૨૩૭૦.
૧૫: શ્રેષ્ઠિનું !હમણાં વ્યાજ નથી અને તેવા પ્રકારનો વ્યાપાર પણ નથી.તમારા જેવાને ન આપવા યોગ્ય શું હોય ? પરંતુ તેવા પ્રકારની યોજના નથી. ૨૩૭૧.
૧૬. તો પણ જો કુલદેવી કહેશે તો અમે કેટલુંક ધન તમને અર્પણ કરીશું. ખરેખર તે અમારે કામધેનુની જેવી છે. ૨૩૭૨.
૧૭. તેઓ વડે પૂછાયેલી તેણીએ પણ કહ્યું. એણે માર્ગમાં હમણાં જે દાન પુણ્ય કર્યું તેનો છઠ્ઠો ભાગ જો તમને આપે. ૨૩૭૩.
ઉપદેશ સપ્તતિ ૩૦૦