________________
૧૯. વળી કેટલાક લોકો એમ કહે છે - ધરણેન્દ્રદેવની કૃપાથી ત્યારે જ પરમાત્માની હાથ પ્રમાણવાળી પ્રતિમા પ્રગટ થઈ. ૯૫૯.
નવ
૨૦. તે પ્રતિમાને વંદન કરીને અને પૂજા કરીને તે હર્ષવાળો થયો અને હાથીએ પોતે બનાવરાવેલ મંદિરમાં એ હાથી સ્થાપન કરાયો. ૯૬૦.
૨૧. ત્યાં તે વ્યંતરદેવ લોકોની અભિલાષાઓને (માનતાઓને) પૂર્ણ કરે છે. ત્યારથી માંડીને તે તીર્થ પૃથ્વી પર પ્રખ્યાત થયું. ૯૬૧.
૨૨. કરકંડુ રાજા પ્રભાવના - નાટક વિગેરે ઉત્સવોને અપેક્ષા વિના ભક્તિથી કરાવતો પવિત્ર ચિત્તવાળો પ્રભાવક એવો શ્રાવક પુંગવ થયો. ૯૬૨.
૨૩. તે વ્યંતર દેવ પણ તે પ્રતિમાની પૂજા કરતો, પ્રણામ કરતો, સ્તુતિ કરતો અનુક્રમે સદ્ગતિને ભજનાર થશે. તેથી તમે અરિહંત પરમાત્માને જ પૂજો. (પૂજા કરો.).
|| એ પ્રમાણે શ્રી ઉપદેશસંપ્તતિકાના બીજા અધિકારમાં નવમો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ ૧૨૭