________________
“ઉપદેશ-૯” ૧. ભાગ્ય રૂપી સંપત્તિ ઘણી હોતે છતે માણસોને લોકોત્તર એવી વચનની કોઈ પણ કળા પ્રાપ્ત થાય. જે કારણથી ડામર નામના દૂતની જેમ, વાણીની કળાવાળો ખરાબ રૂપવાળો પણ પુરુષ રાજા વગેરે વડે માન્ય થાય. ૧૯૮૦.
૧. પાટણ નગરમાં ઘણા પરાક્રમવાળો ભીમ નામે રાજા રાજ્ય કરે છે. તેને અત્યંત ખરાબ રૂપવાળો ડામર નામનો બ્રાહ્મણ દૂત છે. ૧૯૮૧.
૨. વચન કળામાં કુશલ સર્વ ઠેકાણે ગભરાયા વિના (ચંચલતા વિના) સમયને ઉચિત એવું જાણે છે અને બોલે છે. તેથી આ ડામર દૂત હૃદયમાં ગર્વને વહન કરે છે. ૧૬૮૨.
૩. ત્યારે માલવદેશમાં અખંડ ભાગ્યશાળી, ઉદાર દિલથી દાન આપનાર, ભોકતા, ગુણવાન, પરાક્રમી, પ્રભાવશાળી, વિનયવાન, સાત પ્રકારના નયોને જાણનાર ભોજ નામે રાજા હતો. ૧૯૮૩.
૪. એક વખત ભીમરાજાએ તેમની પાસે તે દૂતને મોકલ્યો. તે બ્રાહ્મણ (દૂત) ! ત્યાં જઈને તારે એ પ્રમાણે કહેવું. ૧૯૮૪.
૫. રાજાએ કહેલું સાંભળીને ઘણા સમય પર્યત વિચારીને, અવગણના કરીને ત્યાર બાદ ઉઠતા એવા તેના વડે વસ્ત્રનો છેડો ખંખેરાયો. ૧૯૮૫.
. આ શું? એ પ્રમાણે રાજા કહેતે છતે તેણે (દૂત) કહ્યું. તમારું કહેલું સઘળું અહીં જ મૂકાયું. તેથી રાજા અત્યંત ગુસ્સે થયો. ૧૯૮૬.
. ૭. હું એ પ્રમાણે કરું કે જેથી ત્યાં ગયેલો મારો શત્રુ એવો આ પાપી ત્યાંના રાજા વડે વિડંબના પમાડાય. ૧૯૮૭.
૮. ત્યારબાદ ગુપ્ત કોપવાળા રાજાએ ઘણા રેશમી વસ્ત્ર વડે રાખ બાંધીને સોનાની પેટીમાં મૂકીને - ૧૯૮૮.
ઉપદેશ સપ્તતિ
૨૧૬