________________
૧૮. એ પ્રમાણે સાંભળીને ખુશ થયેલા શિષ્યોએ ગુરુની પ્રશંસા કરી. ધન્ય છે તમને. જેમને એ પ્રમાણે દેવો પણ વશ થયેલા છે. ૨૧૬૪.
૧૯. હવે સવારમાં તે પેટી મઠની પાસે આવી અને શિષ્યો પાસે તેને મંગાવીને મઠની મધ્યમાં મૂકાઈ. ૨૧૬૫.
૨૦. તાપસે ફરીથી શિષ્યોને ગુપ્ત રીતે શિક્ષા આપી (કહ્યું) હે શિષ્યો ! આનું રહસ્ય શું છે ? તે તમે સાંભળો. ૨૧૬૭..
૨૧. બંને દરવાજા બંધ કરીને સ્થિરતાપૂર્વક ધ્યાનનું આલંબન લઈને મઠની અંદર વિધિપૂર્વક હું આને (પેટીને) ઉઘાડીશ. ૨૧૬૭.
૨૨. હે શિષ્યો ! મારા કહ્યા વિના બે કપાટ (દ્વાર) ને ઉઘાડવા નહીં, જેથી અધૂરી વિધિ યોગીઓને અનર્થ કરનારી થાય છે. ૨૧૩૮.
૨૩. તેઓ વડે તે પ્રમાણે સ્વીકારતે છતે ગુરુ મઠની અંદર ગયા. એણે (ગુરુએ) • ઘણા મનોરથો પૂર્વક તેને ઉઘાડી. ૨૧૬૯.
* : ", '
૨૪. ત્યારે તેની (ગુરુની) સન્મુખ જલ્દી જલ્દી ઉછળતી, કૂર નખવાળી, ઘણી ચંચળ, ભૂખી તે બે વાંદરીઓ નીકળી. ૨૧૭૦.
- ૨૫. તેઓ વડે સરળ અને ઉંચી એવી નાસિકા ગ્રહણ કરાઈ વિપુલ એવા બંને કપાળ છેદાયા અને ભાળના ટુકડા કરાયા. ૨૧૭૧.
૨૭. શ્રેષ્ઠ અન્નથી પુષ્ટ થયેલ તેનું ગુરુનું) પેટ પણ જલ્દીથી ફાડ્યું. ત્યાર પછી હે શિષ્યો ! ભક્ષણ કરાયો, ભક્ષણ કરાયો. એ પ્રમાણે પોકાર કરાય છે. ૨૧૭૨.
ઉપદેશસપ્તતિ ૨૭૬