________________
૧૮. વળી કુતુહલી એવા તે પુત્ર પહેલાની જેમ બીજે દિવસે ગાઢ અંધકાર થયે છતે ત્યાં પોલાણવાળા વિશાળ લાકડામાં પ્રવેશ કર્યો. ૧૫૯૦.
૧૯. તે પ્રમાણે જ તે બંને લાકડામાં આરૂઢ થઈને ત્યાં પોતાના ઈચ્છિત સ્થાને ગઈ. તે લાકડાને ભૂતલ પર મૂકીને ક્રડા કરવા માટે પ્રવૃત્ત થઈ. ૧૫૯૧.
૨૦. ત્યાં બીજી પણ ઘણી સ્ત્રીઓ મળી અને તેઓની સાથે ઘણા સમય સુધી નિઃશંકપણે ક્રીડાનો આનંદ માણ્યો. ૧૫૯૨.
૨૧. તે કોટરમાંથી નિકળીને ભમતા કુમારે પણ ક્યાંક સુવર્ણની ઈંટથી વ્યાપ્ત નિભાડાને જોયો. ૧૫૯૩..
૨૨. ત્યારે પ્રફુલ્લિત નેત્રવાળા આ પુત્રે મનમાં એ પ્રમાણે વિચાર્યું. લોકોની ઉક્તિ વડે જે સંભળાય છે ખરેખર તે આ જ સુવર્ણદ્વીપ છે. ૧૫૯૪.
૨૩. જે વ્યક્તિ કરોડો કષ્ટ વડે પ્રાપ્ત કરીને નિભંગી વડે ફરીથી સ્થાનમાં • પણ જોવાતો નથી, તે મારા વડે પ્રયત્ન વિના પ્રાપ્ત કરાયું છે, મારું ભાગ્ય મહાન છે. ૧૫૯૫.
. ૨૪. ત્યાર બાદ સંતોષી એવા તેણે બે-ત્રણ સારી ઈટો ગ્રહણ કરી ઘણો લાભ હોતે છતે પણ શ્રેષ્ઠ મનવાળા લોભી ન થાય. ૧૫૯૬.
૨૫. જેમ મહામુનિ ચોમાસામાં પોતાના અંગોપાંગોને સંકોચીને રહે તે પ્રમાણે જ ત્યાં કોટરમાં સંકોચાયેલ શરીરવાળો તે (દેવિલ પુત્ર) રહ્યો. ૧૫૯૭.
" ૨૬. નિર્ભય એવી તે બંને પણ ઘણા સમય સુધી ક્રીડા કરીને ત્યાં આવી અને તે પ્રમાણે જ આકાશમાં ઉડી અને અનુક્રમે ઘરે આવી. ૧૫૯૮.
ઉપદેશ સપ્તતિ - ૨૦૫