________________
૯. એ પ્રમાણે સાંભળીને મેરુ પર્વત પર રહેલ શાશ્વત ચૈત્યોને વંદન કરવા માટે જતા એવા ઈન્દ્રને નારદે તે પ્રતિમાનો મહિમા કહ્યો. ૯૯૮.
૧૦. ત્યારબાદ શકેન્દ્ર પણ દેવો વડે તે પ્રતિમાને દેવલોકમાં લવડાવી. ખરેખર કલ્પવૃક્ષની વેલડીની પ્રાપ્તિમાં બુદ્ધિશાળી વ્યક્તિ મંદ આદરવાળો થતો નથી. ૯૯૯.
૧૧. એ પ્રમાણે દેવલોકમાં પણ સંતુષ્ટ મનવાળા, ભક્તિ વડે દેદીપ્યમાન (એવા તે) દેવો વડે તે પ્રતિમા ઘણા સાગરોપમ પર્વત પૂજાઈ. ૧000.
૧૨. એટલામાં અહીં ભરત ક્ષેત્રમાં ત્રણ લોકમાં કાંટા સમાન, રાક્ષસોનો સ્વામી રાવણ થયો. તેને મંદોદરી નામે પત્ની હતી. ૧૦૦૧.
૧૩. નારદના મુખથી તે પ્રતિમાના મહિમાને સાંભળતે છતે મંદોદરી વડે પ્રેરાયેલ બુદ્ધિના ભંડાર સમાન રાવણે શક્રેન્દ્રની આરાધના કરી. ૧૦૦૨.
૧૪. ખુશ થયેલ શક્રેન્કે પણ તે પ્રતિમા મંદોદરીને અર્પણ કરી. મંદોદરી પણ અત્યંત હર્ષપૂર્વક તે પ્રતિમાને ત્રણે કાળ પૂજતી હતી. ૧૦૦૩.
: ૧૫. હવે એક વખત રાવણે રામની પત્ની (સીતા)નું હરણ કર્યું. પત્ની-ભાઈપુત્ર વગેરે વડે કહેવાયું તો પણ રાવણે સીતાને ન છોડી. ૧૦૦૪.
, ૧૯. પ્રતિમાના અધિષ્ઠાયક દેવે લંકા અને લંકાના અધિપતિના (રાજાના) નાશને કહ્યો. ત્યારબાદ મંદોદરી વડે તે પ્રતિમા સમુદ્રમાં પધરાવાઈ. અને ૧૦૦૫.
આ બાજુ -
૧૭. કર્ણાટક દેશમાં કલ્યાણ નગરમાં જિનેશ્વરના ચરણ કમલમાં ભમરા સમાન, અખંડ ભાગ્યશાળી શંકર નામે રાજા હતો. ૧૮૦૬.
ઉપદેશ સપ્તતિ ૧૩૨