Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 634
________________ ૧. જાગ્રત ભાગ્યથી યુક્ત, ક્ષમા રૂપી રસથી પુષ્ટ (રસને ધારણ કરનારા), સંવિગ્ન (શુદ્ધ) ચારિત્રી અને ચાર વિદ્યાઓમાં વિનોદ (રમણ) કરનારાઓની જે પંક્તિ આગળ છે. જેમના વડે (જેઓએ) અરિહંત પરમાત્માના મતરૂપી બગીચામાં કળિયુગમાં પણ ઉન્માદવાદી રૂપી હાથીઓના અહંકારના વિસ્તારને દૂર કરીને સિંહના પરાક્રમને ધારણ કરાયું છે. ૨૪૬૧. ૨. (એવા) તપાગચ્છના અધિરાજા શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મ. શ્રી ચંદ્રકુલમાં શૃંગાર સમાન (શોભાવનારા) તેઓ કોને પ્રમોદને (આનંદને) આપનારા ન થાય ? ૨૪૬૨. ૩. સંતિકર સ્તોત્રને રચનારા, રાજા વગેરેને પ્રતિબોધ કરનારા, પ્રવાદીઓને જીતનારા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ. શોભે છે. ૨૪૬૩. ૪. સમ્મતિ તર્ક વિગેરે અનેક વિષમ ગ્રંથોને ભણાવનારા ઉત્તમ એવા શ્રી જયચન્દ્રગુરુ સંઘને માટે કલ્યાણને દેખાડો (કરો). ૨૪૬૪. . ૫. દક્ષિણ દેશના વિહારમાં, દળી નાંખ્યા છે ઉદ્ધત એવા કુવાદીઓના સમૂહોના મદો જેણે એવા શ્રી ભુવનસુંદર નામના શ્રેષ્ઠ આચાર્ય ભગવંત તમને આનંદને આપનારા થાઓ. ૨૪૧૫. કે. અગ્યાર અંગના સૂત્રાર્થ રૂપી સમુદ્ર અને મંદર મેરૂ પર્વત જેવા, આચાર્યોમાં ઈન્દ્ર સમાન એવા શ્રી જિનસુંદરસૂરીન્દ્ર કોના હર્ષનું કારણ નથી? ૨૪૬૭. ૭. મોટા ગચ્છનું હિત કરવામાં ઉદ્યત, સુકૃત કરવામાં રત, સંવિગ્ન સાધુઓમાં અગ્રણી, સૂત્ર અને અર્થના સમૂહથી યુક્ત એવા શ્રી જિનકીર્તિસૂરીરાજ જય પામો. ૨૪૬૭. ૮. જેઓનું શરીર બળતે છતે પણ ચોલપટ્ટો ભસ્મસાત્ ન થયો એવા અને જગતને આલ્હાદ કરનાર વચનવાળા શ્રી વિશાળસૂરી નામના આચાર્ય ભગવંત જય પામો. ૨૪૬૮. ઉપદેશ સપ્તતિ ૩૧૩

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640