________________
૧૭. તેણે પણ કહ્યું - હે ભીલો ! તમે શું મારા નિયમને જાણતા નથી ? કદાપિ પરમાત્માની પૂજા કર્યા વિના પ્રાણાંતે પણ શું હું ભોજન કરું ? પર.
* ૧૮. જો અમને તું ગોળ આપે, તો જ અમે પ્રતિમાના દર્શન કરાવીએ. “હા' એ પ્રમાણે તેનો સ્વીકાર કરતે છતે તેઓ હૃદયમાં આનંદ પામ્યા. પ૭૩.
૧૯, પહેલાની જેમ તે ટુકડા જોતે છતે તેઓ વડે વળી યથાવસ્થિત અવયવોને ગોઠવેલ પ્રતિમાને જોડીને બતાવાઈ. પ૭૪.
૨૦. એ પ્રમાણે જોઈને તે પુણ્યાત્મા ઘણો જ ખેદવાળો થયો. પરાક્રમી (સત્ત્વપ્રધાન)ઓમાં અગ્રેસર એવા તેણે એ પ્રમાણે અભિગ્રહને ધારણ કર્યો. ૧૭૫.
૨૧. જ્યાં સુધી આ પ્રતિમા અખંડ નહીં થાય ત્યાં સુધી હું સર્વથા ભોજન નહીં કરું. ત્યાર બાદ રાત્રિમાં સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે તેને કહ્યું. પ૭ક..
૨૨. ચંદનનાં વિલેપન વડે સાતે પણ ટુકડાને જોડી દે. (ચોંટાડ) ત્યારબાદ : અખંડપણું થશે. સવારે તેણે પણ તે પ્રમાણે કર્યું. પ૭૭.
-
૨૩. એ પ્રમાણે અભિનંદન સ્વામીની પ્રતિમાને અખંડ આકારવાળી પ્રગટ કરીને ભીલ લોકોને ગોળ વગેરે દ્રવ્ય આપનાર તે પ્રતિમાને સારા સ્થાને સ્થાપન કરીને પૂજા કરતો હતો. ૫૭૮.
- ૨૪. એ પ્રમાણે ઘણા મહિમાવાળું દેદીપ્યમાન તીર્થ થયું. અને ચારે દિશાઓમાંથી ત્યાં ઘણા સંઘો આવે છે. ૫૭૯.
૨૫. તેના પ્રભાવથી સજ્જન, બુદ્ધિશાળી હાલા નામનો પોરવાળ વંશના - મુગટ સમાન થયેલ પુત્રે ત્યાં ચૈત્ય કરાવ્યું. પ૮૦.
ઉપદેશ સપ્તતિ ૭૭