________________
૩. કેવળજ્ઞાની ભગવંતે કહ્યું, પહેલા ચન્દ્રપુરમાં ઘણી ઋદ્ધિવાળા અરિહંત પરમાત્માના શ્રેષ્ઠ શ્રાવક જિનદત્ત અને જિનદાસ હતા. ૨૪૩૧.
૪. ક્રમે કરીને એક વખત આસ્તિક લોકો વડે મળીને જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને રક્ષણ કરવા માટે તે બંનેને જ અર્પણ કરાયું. ૨૪૩૨.
૫. પોતાના જીવિતની જેમ જિનશાસનના જાણકાર એવા તે બંને વડે તે દ્રવ્ય (જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય) ની રક્ષાચિંતા વગેરે ઘણા કાળ પર્યત કરાઈ. ૨૪૩૩.
૭. એક વખત જિનદત્ત કોઈક લેખક પાસે પોતાની પુસ્તિકાને લખાવતો હતો. લેખક પાસે શાહી (લખવાનું કંઈક સાધન) ખૂટેલી જોતા - ૨૪૩૪.
૭. ત્યારે જિનદતે પોતાની પાસે બીજા દ્રવ્યનો અભાવ હોવાથી આ પણ (પોતાની પુસ્તિકાપણ) જ્ઞાનનું સ્થાન જ છે એ પ્રમાણે વિચારતા - ૨૪૩૫.
૮. એણે (જિનદત્ત) વિચાર્યા વિના પોતાની ઈચ્છા વડે જ્ઞાનદ્રવ્યમાંથી એકાએક બાર દ્રમો (તે કાળમાં તાંબા-પીત્તળ-સોના અથવા ચાંદીનું ચલણી નાણું લઈને અર્પણ કર્યા (યુ...મુ) ૨૪૩૬.
૯. સાધારણ દ્રવ્ય સંઘને યોગ્ય જ હોય, એ પ્રમાણે જાણતો હતો પણ હું પણ તે સંઘમાં છું એ પ્રમાણે મનમાં વિચારતા - ૨૪૩૭.
૧૦. જિનદાસે પણ ભોળપણા વડે તે સંબંધી જ તેટલા પ્રમાણ (બાર દ્રમોને) દ્રમોને ક્યારેક પોતાના કાર્યમાં વાપર્યા. ૨૪૩૮.
૧૧. શાસ્ત્રને જાણનાર એવા તે બંને વિવેક અને વિધિરહિત તે પાપની આલોચના કર્યા વિના પ્રથમ નરકમાં ગયા. ૨૪૩૯.
ઉપદેશ સપ્તતિ ૩૦૯