________________
૯. તેથી મારા આ મનોરથો તમારા વડે જણાવવા યોગ્ય છે. એ પ્રમાણે બને પુત્રોને કહીને પોતાનું મરણ સાધ્યું. ૧૯૨.
૧૦. હવે નગરને પ્રાપ્ત કરેલ તેઓ વડે ઉદયનનું સ્વરૂપ નિવેદન કરાય છતે શત્રુંજયના ઉદ્ધારના કાર્યને વામ્ભટે સ્વીકાર્યું. ૧૯૩.
૧૧. ત્યારબાદ શ્રી વાલ્મટ મંત્રી દહેરાસરને કરાવવાની ઈચ્છા વડે પોતાના પરિવાર સહિત શત્રુંજય પર્વત પર ગયો. ૧૯૪.
૧૨. ત્યાં દહેરાસરનું નિર્માણ કરાયે છતે વ્યાપારીઓ આનંદથી પોતપોતાના ઘણા દ્રવ્યો અર્પણ કર્યા. ૦૯૫.
અને કહ્યું છે કે : .
૧૦. જેમ મોટા સમુદ્રમાં પડેલ પાણીનું એક બિંદુ પણ અક્ષતપણાને પામે છે. એ પ્રમાણે ખરેખર વીતરાગ પરમાત્માની પૂજા પણ (અક્ષતપદને - મોક્ષપદને આપે છે.) ૬૯૬.
૧૩. ત્યાં ઘણા માણસોનો સમુદાય ભેગો થયેલો છે. મંત્રી તેઓના નામ અનુક્રમે લખે છે. ૧૯૭.
. ૧૪. તે અવસરે કર્મથી (હીન) દુર્ગત નામે મારવાડનો યાત્રાર્થી તે જગ્યાએ આવ્યો. ૧૯૮.
૧૫. વળી આનું સર્વ ધન પાંચ દ્રમક છે. તેના વડે જ વ્યાપાર વિગેરે કરીને પોતાનું પેટ ભરે છે. (અર્થાત્ આજીવિકા ચલાવે છે.) ૯૯૯.
" . ૧૯. તેના વડે નજીક રહેલા લોકો એ પ્રમાણે પૂછાયા, આ મહાજન (સભા)
કોણ છે ? તેઓએ પણ તેને તેવા પ્રકારનો વૃત્તાંત જણાવ્યો. ૭૦૦..
ઉપદેશ સપ્તતિ ૯૫