________________
“ઉપદેશ-૯” ૧. વિશાળ મહિમાવાળી લક્ષ્મી વડે મનોહર એવા વિશ્વના અધિપતિ શ્રી પાર્શ્વનાથ પરમાત્માને પ્રણામ કરીને શ્રી ગુરુભગવંતના ઉપદેશથી જે પ્રમાણે સાંભળી છે તે પ્રમાણે શ્રી કલિકુંડ તીર્થની ઉત્પત્તિને કહીશ. ૯૪૦.
૧. ચંપા નગરીની નજીકમાં હિંસક પશુઓની શ્રેણીઓ વડે ભયાનક કાદંબરી | (નામે) એ પ્રમાણે પ્રસિધ્ધ ભયંકર જંગલ છે. ૯૪૧.
૨. તેમાં કલિ નામનો મોટો ઉંચો પર્વત છે. તેની નીચેના પૃથ્વીના ભાગમાં કુંડ નામનું સરોવર છે. ૯૪ર.
૩. તે બંનેના યોગથી તે સ્થાન (જગ્યા) પવિત્ર એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ચરણરૂપી કમલથી “કલિકુંડ” એ પ્રમાણે પ્રસિદ્ધ તીર્થ થયું. ૯૪૩.
૪. તે આ પ્રમાણે - પહેલા આ નગરમાં કોઈક વામન હતો. રાજા વિગેરેથી આ (વામન) રોજ ઠેર-ઠેર (દરેક જગ્યાએ) મશ્કરી કરાય છે. (અર્થાત રાજા વિગેરે એને રોજ હસે છે.) ૯૪૪ -
પ. તેથી ખદવાળો થયેલો, મરવાની ઈચ્છાવાળો, મૂર્ખામાં અગ્રેસર એવા તેણે પોતાના આત્માને કોઈક વૃક્ષને વિષે લટકવા માટે આરંભ કર્યો. ૯૪૫.
" કા સુપ્રતિષ્ઠિત નામના મિત્ર શ્રાવક વડે આ નિષેધ કરાયો (અટકાવાયો) અને કહેવાયું. હે મહાભાગ્યશાળી ! તું આ પ્રમાણે ફોગટ શા માટે કરે છે ? ૯૪૩.
૭. મનોહર સૌભાગ્ય - આરોગ્ય વિગેરે તું જો ઈચ્છે છે. તો જિનેશ્વર પરમાત્મા સંબંધી તપ વિગેરે ધર્મને જ આચર. ૯૪૭.
૮. એ પ્રમાણે કહીને તે ગુરુભગવંત પાસે લઈ જવાયો. અને દેશના સંભળાઈ. શુદ્ધ સમ્યક્ત ગ્રહણ કરાયું અને ઉત્તમ શ્રાવક કરાયો. ૯૪૮.
ઉપદેશ સપ્તતિ ૧૨૫