________________
૨૭. વળી વૈતાઢય પર્વત પર બન્ને બાજુ દક્ષિણ અને ઉત્તર દિશામાં અનુક્રમે સાઠ અને પચાસ નગરો તે બે વડે સ્થાપન કરાયા. ૩૯૯.
- ૨૮. સઘળા દેશોને જીતીને અને રાજાને વશ કરીને અત્યંત શક્તિશાળી અત્યંત પરાક્રમને ધારણ કરનારા વિદ્યાધરોના સ્વામી થયા. ૪00.
ર૯. અંતે શ્રી જિનેશ્વર પરમાત્મા પાસે પ્રવજ્યાને ગ્રહણ કરી. શ્રી શત્રુંજય પર્વત પર બે ક્રોડ મુનિઓ સહિત નિર્વાણ પામ્યા. ૪૦૧.
અન્યત્ર પણ કહ્યું છે -
.
૧. તમારા ધ્યાનમાં તત્પર નમિ-વિનમિ મુનિઓ પણ ખેચાઁના અધિપતિ (સ્વામી) થયા. મોટા પુરુષોના ચરણની સેવા ક્યારે પણ નિષ્ફળ થતી નથી. ૪૦૨.
૩૦. આ લોક સમ્બન્ધી ભોગતૃષ્ણા વડે એ પ્રમાણે કરેલી પરમાત્માની ભક્તિ પ્રાણીઓને (ફળ) આપે છે. આલોક અને પરલોકમાં ફળ હીતે છતે મક્ષિની ઈચ્છાવાળા હે પ્રાણીઓ ! તમે અહીં જ યત્ન કરો. ૪૦૩.
' છે એ પ્રમાણે ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં તેરમો ઉપદેશ છે, II
. ઉપદેશ સપ્તતિ પર